Skip to content Skip to sidebar Skip to footer

Khamma Khodal Lyrics ખમ્મા માં ખોડલ

ખમ્મા માં ખોડલ ગુજરાતીમાં
કલાકાર - કિંજલ દવે
શબ્દો - જયેશ પ્રજાપતિ
મ્યુઝિક - મયુર નડિઆ
તાલ -  હીંચ , ગરબા , ચલતી

હો ખમ્મા ખમ્મા માં ખોડલ ખમ્મા
ખમ્મા ખમ્મા માં ખોડલ ખમ્મા
માંને મોડું કરવું છે ક્યાં અંતર નો પોકાર પડે જયાં
માંને મોડું કરવું છે ક્યાં અંતર નો પોકાર પડે જયાં
માં માંમળદે ચારણ ની બાળા આવી ને ખમકાર કરે ત્યાં
શીરે ભેડિયા ઓઢી કાળા કરવા બાળક ના રખવાળા
દોડી આવે માં મામળવાળા જપતા ખોડલ ખોડલ માળા
જપતા ખોડલ ખોડલ માળા
જપતા ખોડલ ખોડલ માળા

આયલ આવશે રૂમ ઝૂમતી રે મારી ખમકારી ખોડીયાર
હાથે ત્રિશુલ શોભે ને મા છે  મગરી ની અસવાર
સમરથ ચારણ ની ભેડીયો ને આખું ગજવે છે બ્રહ્માંડ
ખમ્મા ખમ્મા ખમકારી રે મારી ખમકારી ખોડીયાર

હો નૈયાને માં ઊડતી તારે  લાવી ને  માં પાર ઉતારે
દુઃખ દારી દર પડમાં ભાગે એક જ ખોડલ ના ખમકારે
હા દિવ્ય તેજ અનુપમ મા નું જે કઈ છે એની કૃપા નું
હાથ મુકી બાળક ની માથે ફેરવતી કિસ્મત નું પાનુ..

હા રોહિશાળા પ્રગટી માં તુ રાજપરે રમનારી મા તું
માટેલ ને માં ઘરે ગડધરે કાયમ છે વસનારી માં તું
હો ઘામ વરાણે મા પરચાળી કાગવળ માં છે બલિહારી
ઠેક ઠેકાણે મંદિર તોળાં ક્યાં નથી તુ હે બિરદાળી
ક્યાં નથી તુ હે બિરદાળી ક્યાં નથી તુ હે બિરદાળી

આયલ આવશે રૂમ ઝૂમતી રે મારી ખમકારી ખોડીયાર
હાથે ત્રિશુલ શોભે ને મા છે  મગરી ની અસવાર

હો  સાત બેનું છો મહાસુખ કારી આપ કહાઓ મંગળ કારી
માં ડાકોર મા અવતર નારી લીલા આપની સૌથી ન્યારી
હો ભાલ આળ ને મગર સવારી દિવ્ય તેજ છે ત્રિશુલ ધારી
અરજી સુણજો બાળક જાણી આઇ તમે ખોડલ ખમકારી..

ધૂપ તણા તું માં ધબકારે આવે છે ઝાલર ઝણકારે
ભાગે  ભૂત પલીત ડાકણ આઇ તણા એક જ ખમકરે
હો સોનલ દેવ ને સુખડા દીધાં પળ મા દુઃખ  હટાવી દીધા
રૂપ તમે સમરી ના લઈ ને નવઘણ જેવા દીકરા દીધાં
નવઘણ જેવા દીકરા દીધાં નવઘણ જેવા દીકરા દીધાં

હે તને સાજ કરે છે છોરું મા કરતી ના તું મોડું
જય કવિ કે ચરણે રાખી કરજે તુ ખમકાર
તારો ખમ્મા ભેડિયો હો હો જી
ખોડલ તારો ખમ્મા ભેડિયો હો હો જી

હે જુનાળાનો રા'બેની જાહલ વારે જાય માવલડી છે ભેળી
એનો વાળ ન વાંકો થાય તારો ખમ્મા ભેડીયો હો હો જી
ખોડલ તારો ખમ્મા ભેડિયો હો હો જી
એ માળી તારો ખમ્મા ભેડિયો હો હો જી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Khodal maa garba

ટિપ્પણી પોસ્ટ કરો for "Khamma Khodal Lyrics ખમ્મા માં ખોડલ"