Skip to content Skip to sidebar Skip to footer

Sathiya Puravo Dware Garba Lyrics સાથીયા પુરાવો દ્વારે ગુજરાતીમાં

સાથીયા પુરાવો દ્વારે
કલાકાર - પાર્થિવ ગોહિલ , દિપાલી સોમૈયા
મ્યુઝિક - અપ્પુ
લેબલ - માતાજી
તાલ - હીંચ , એક તાળી , ગરબા

હે રણચંડી દુર્ગા ચામુંડા કરતા સૌની રખવાડી
મહીસાસુર મર્દની અંબિકા જય જય આરાસુર વાળી
ખેડ બ્રહ્મા ના ખોળે રમતા બાળા રૂપે બહુચર ભાળી
ગરબે રમવા આવો..
ગરબે રમવા આવો બાળ સૌ વિનવે માં પાવાવાળી
માં જય જય જય ગબ્બર વાળી
માં જય જય આરાસુર વાળી

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..
જય અંબે જય અંબે જય જય અંબે

વાંઝિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે માં,
ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં,
પ્રિતમજીનો પ્યાર દે
નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..
સાથીયા પુરાવો દ્વારે...

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે મારી
આદ્યશક્તિ માં પાવાવાળી જનમ જનમની હરશે પીડા
દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..
સાથીયા પુરાવો દ્વારે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
સાથીયા પુરાવો દ્વારે ગરબા ના શબ્દો

ટિપ્પણી પોસ્ટ કરો for "Sathiya Puravo Dware Garba Lyrics સાથીયા પુરાવો દ્વારે ગુજરાતીમાં"