https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Maa Bapne Bhulso Nahi Lyrics મા બાપને ભૂલશો નહિ ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Maa Bapne Bhulso Nahi Lyrics મા બાપને ભૂલશો નહિ ગુજરાતીમાં

મા બાપને ભૂલશો નહિ
કલાકાર - સચિન લીમાયે
શબ્દો - સંત પુનિત મહારાજ
મ્યુઝિક - અપ્પુ
તાલ -  કેહરવા પ્રકાર

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
મા બાપને ભૂલશો નહિ...

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
મા બાપને ભૂલશો નહિ...

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
મા બાપને ભૂલશો નહિ...

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ
મા બાપને ભૂલશો નહિ...

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
મા બાપને ભૂલશો નહિ...

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
મા બાપને ભૂલશો નહિ...

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
મા બાપને ભૂલશો નહિ...

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
મા બાપને ભૂલશો નહિ...

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.
મા બાપને ભૂલશો નહિ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
GUJARATI DEVOTIONAL SONGS LYRICS

ટિપ્પણી પોસ્ટ કરો for "Maa Bapne Bhulso Nahi Lyrics મા બાપને ભૂલશો નહિ ગુજરાતીમાં"