Hari Harani Marji Meto Lyrics હરી હરાની મરજી મે તો ગુજરાતીમાં
હરી હરાની મરજી મે તો
કલાકાર - પરેશદાન ગઢવી
તાલ - કેહરવા
હરી હરાની મરજી મે તો, અરજી કરી છે એને
ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છેને...
દુનીયાને છોડી દોડી, શરણ ગ્રહયુ છે એનુ
મારા જીવનની દોરી, એને હાથ છેને...
હરી હરાની મરજી...
છે દિન દયાળુ એવો, શાંભળશે દાદ મારી
ઇ જાણે છે મારા દિલની, કહીશ દિલની એને...
હરી હરાની મરજી...
તીરછી નજરે એણે ઘાયલ કર્યો છે મુજને
દિલડુ થયુ દિવાનુ ચાહે છે દિલથી એને...
હરી હરાની મરજી...
પ્રિત કરીને મુજથી, પરદે રહે છે પ્રિતમ
પ્રિતમ પ્રિતમ જંખે, દિલ દર્શન કારણ એને...
હરી હરાની મરજી...
એની નજરે જીવન મારૂ, જીવુ છુ ઇ નજરે
ગાફીલ છુ પણ એની, નજર મુજ પર છેને...
હરી હરાની મરજી...
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Hari Harani Marji Meto Lyrics હરી હરાની મરજી મે તો ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.