Skip to content Skip to sidebar Skip to footer

Yad Ave Mari Maa Lyrics યાદ આવે મારી માં ગુજરાતીમાં

યાદ આવે મારી માં
કલાકાર - કિશોર મનરાજા
મ્યુઝિક - ગૌરાંગ વ્યાસ
તાલ - કેહરવા , ડબલ હીંચ

યાદ આવે મારી માં મને યાદ આવે મારી માં
જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં 2
યાદ આવે મારી માં મને યાદ આવે મારી માં

નાનો હતો ને લાડ લડાવી મોઢે માખણ દેતી ૨
રાડું કરુ ત્યારે નીચે નમી ને વાલ થી તેડી લેતી 2
મને છાનો રાખતી માં, મારી સંભાર લેતી માં
જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

પાપા પગલી પાડું ત્યારે રાજી એ બહુ થાતી
નાને રસોડે રાંધવા બેઠી ચીનકી કરી દેતી
મને હેતે જમાંડતી માં મને હેતે રમાડતી માં
જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

વ્રત એકતાણા બહુ એ કરતી વેલી સવારે નાતી
ઘર ના બધા કામ પતાવી સીમ ને ખેતરે જાતિ
એવી મહેન કરતી માં મારી માળા ફેરવતી માં
જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

પારકા ઘર ના ડારના દરતી પૈસા એ કમાતી
ગાય ભેસ ના દુધ ને વેચી છાશ ને રોટલો ખાતી
એવી દયાળુ મોરી માં એવી માયાળુ મોરી માં
જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

ભજન કીર્તન સાભરવા મને સાથે એ લઈ જાતિ
સુતા સુતા સાંભળતા ને રાજી બહુ થાતી
એવા ભજન ગાતિ માં મારી ગીતડાં ગાતિ માં
જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

ગામડું છોડી શહેર માં આવ્યો સાથે આવી મારી માં
રસોઈ રાંધી મને જમાડતી ને વાલ થી જોતી રેતી
એવી દયાળુ મોરી માં એવી પ્રેમાળુ મોરી માં
જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

નોકરી કરવા જાતો ત્યારે જ્ય શ્રી ક્રિષ્ન કહેતી
વેલો આવજે બેટા એમ કહી વાટું જોતી રેતી
મારી વાંટૂ જોતી માં મારી ચિંતા કરતી માં
જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

યાદ આવે મારી માં મને યાદ આવે મારી માં

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Yaad ave mari ma bhajan lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Yad Ave Mari Maa Lyrics યાદ આવે મારી માં ગુજરાતીમાં"