Skip to content Skip to sidebar Skip to footer

Harijane Maya Harine Sopi re Bhajan Lyrics હરીજનો એ માયા હરીને સોપી રે

હરીજનો એ માયા હરીને સોપી રે
કલાકાર - રાજાભાઈ ભરવાડ
તબલા - દર્શન તરવૈયા
શબ્દો - દાસી ઝબુ
તાલ - દિપચંદી , ચલતી

હરીજનો એ માયા હરીને સોપી રે ભગતીના સારુ
પોતે જરા ન લજ્યા પોતાની લોપી રે ભગતીના સારુ

તોરલદે મહાસતી શાણાં સધીરને બોલે બંધાણાં
શરીર વેચીને લાવ્યાંતાં દાણા રે...
ભગતીના સારુ...

તોળાદે જરા ન લાજ્યાં છોડતા અયોધ્યાના રાજા
ઋષિયોને પુજતાં મેલી તી મર્યાદા રે
ભગતીના સારુ...

મીરાંબાઈને લાગી તાળી ગીરીધર વીનાં કછું ન ભાળી
રાણાજીયે ઝેર પાયાં ગાળી રે...
ભગતીના સારુ...

રાજ પદમણી રુપાબાઈ રાણી પાટે જાતાં ચંદ્રાવળીયે જાણી
રાવળ માલદેજીયે તરવારું તાણી રે...
ભગતીના સારુ...

ટેકવાળાને અટક આવે પામરના કેવાથી દિલ ના ડગાવે
એવી સતીયું અમરાપર જાવે રે...
ભગતીના સારુ...

ખોળી જોવો પીરાંનાં ખાતા પતીવ્રૂત પાળી પાટે જાતાં
વાચ કાચનાં હતાં સાચાં રે...
ભગતીના સારુ...

માન મેલી મંડપમાં માલ્યા સતગુરુને વચને વેચાણાં
દાસી "ઝબુ" કહે વેદે વખાણ્યાં રે...
ભગતીના સારુ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Harijanoye maya harine sopi bhajan

ટિપ્પણી પોસ્ટ કરો for "Harijane Maya Harine Sopi re Bhajan Lyrics હરીજનો એ માયા હરીને સોપી રે"