Skip to content Skip to sidebar Skip to footer

Seva Mari Mani Lejo Lyrics સેવા મારી માની લેજો ગુજરાતીમાં

સેવા મારી માની લેજો
કલાકાર - કાળુભાઇ આહીર
શબ્દો - ગોરખ
લેબલ -  ગણપતિ દાદા
તાલ - ઠેકા , ચલતી

(સાખી)
સદગુરૂ મારે શારડી , ઉતારે આર પાર ;
ઘાયલ કરે આ પીંજરું , દેખાડે દશમો દ્વાર.

હે ગુરુ કર્યા પણ ઓળખ્યા નહિ,
કર્યો એને વાદ વિવાદ;
જેમ કડછો સાથ કંદોઈનો,
કોઈ દિન પામે સ્વાદ.

- ભજન -

સેવા મારી માની લેજો‚ સ્વામી રે સુંઢાળા રે‚
ગુણપતિ દેવા રે…
સેવા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚
ગુણપતિ દેવા રે‚
પૂજા મારી માની લેજો‚
સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે ;

ખોલો મારા રૂદિયાનાં તાળા‚
તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી…
જળ રે ચડાવું દેવા ! જળ નથી ચોક્ખાં રે‚હો જી...
ઈ જળ ઓલી માછલીએ અભડાવ્યાં રે...
સેવા મારી માની લેજો...

ફુલડાં રે ચડાવું દેવા ! ફુલ નથી ચોક્ખાં રે‚ હો જી...
ઈ ફુલ ઓલ્યે ભમરલે અભડાવ્યાં રે...
સેવા મારી માની લેજો...

દૂધ રે ચડાવું દેવા ! દૂધ નથી ચોક્ખાં રે‚ હો જી...
ઈ દૂધ ઓલ્યાં વાછરડે અભડાવ્યાં રે...
સેવા મારી માની લેજો...

ચંદન ચડાવું દેવા ! ચંદન નથી ચોક્ખાં રે‚ હો જી...
ઈ ચંદન ઓલ્યા ભોરીંગે અભડાવ્યાં રે...
સેવા મારી માની લેજો...

ભોજન ચડાવું દાતા ભોજન નથી રે ચોક્ખાં રે‚
હો જી...
ઈ ભોજન ઓલી માખીએ અભડાવ્યાં રે...
સેવા મારી માની લેજો...

મછંદરનો ચેલો જતિ ગોરખ બોલ્યા રે‚ હો જી...
આ પદ ખોજે‚ સોઈ નર પાયા રે...
સેવા મારી માની લેજો...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

1 ટિપ્પણી for "Seva Mari Mani Lejo Lyrics સેવા મારી માની લેજો ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.