Skip to content Skip to sidebar Skip to footer

Vage Bhadaka Bhari Bhajan Na Bhajan Lyrics વાગે ભડાકા ભારી ભજનના ગુજરાતીમાં

વાગે ભડાકા ભારી ભજનના
કલાકાર - ફકિરચંદ શ્રીમાળી
શબ્દો - ભાથી હરજી
લેબલ -  રામદેવ પીર
તાલ - કેહરવા , ચલતી

વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે હોજી,
ભજનના વાગે ભડાકા ભારી...
બાર બીજનાં ધણીને સમરું, નકલંકી નેજાધારી રે,
ભજનના વાગે ભડાકા ભારી...

ધ્રૃવ રાજાને અમર રાખ્યો, પ્રહલાદ ઉગાર્યો પડકારી,
સંધ્યાકાળે દૈત્ય સંહાર્યો, હરીએ ન્હોર વધારી,
ભજનના વાગે ભડાકા ભારી...

સતી રુપાંદેનું સત રાખવા, માળી બન્યાં છે મુરારિ,
માલે રુપાનાં હેરણા હેર્યાં,આરાધે મોજડી ઉતારી,
ભજનના વાગે ભડાકા ભારી...

તોળી રાણીએ ત્રણ નર તાર્યા,જેસલ ઘરડાની નાર,
સુધન્વાને બળતો ઠાર્યો, કકડતાં તેલ જ ઠારી,
ભજનના વાગે ભડાકા ભારી...

પળ પળ પીર રામદેને સમરું, તું છો મારે અલેક અવતારી,
દોઈ કર જોડી ભાઠી હરજી બોલ્યાં, ધણી ધાર્યો નેજાધારી,
ભજનના વાગે ભડાકા ભારી...

વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે હોજી,
ભજનના વાગે ભડાકા ભારી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Vage Bhadaka Bhari Bhajan Na Bhajan Lyrics વાગે ભડાકા ભારી ભજનના ગુજરાતીમાં"