Skip to content Skip to sidebar Skip to footer

Mogal Maa Garba Lyrics મોગલ માં લિરિક્સ ગુજરાતીમાં

મોગલ માં ગરબા ગુજરાતીમાં
કલાકાર - ઉમેશ બારોટ , ધર્મેશ બારોટ
મ્યુઝિક - આકાશ પરમાર
શબ્દો - ઉમેશ બારોટ
લેબલ - માતાજી
તાલ - હીંચ,એક તાળી,ગરબા

શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ
અંધારા અંતરમા અજવાસ મોગલ
અંધારા અંતરમા અજવાસ મોગલ

શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ
અંધારા અંતરમા અજવાસ મોગલ
અંધારા અંતરમા અજવાસ મોગલ

હો ભાઈયુ ભેગા થઇ જમે નઈ ભાણું
દુશમન ત્યારે હાચવે ટાણું
હો લઈલે નાહકનું એનું નાણું
ભાયુ ભાયુમા કરાવે ધીંગાણું
ભાયુ ભાયુમા કરાવે ધીંગાણું

આવી આવા વેરને વિસરાવજે માં મોગલ
આવી આવા વેરને વિસરાવજે માં મોગલ
અંધારા અંતરનો અજવાસ મોગલ
અંધારા અંતરનો અજવાસ મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ

મન પરોવું તારા નામના મણકામા
છાયા આપજે માં કાળના તડકામા
હો ભુલું જો ભાન હું બની બેભાન મા
પાછો વાળી રાખજે માં તારા ખોળામા
પાછો વાળી રાખજે માં તારા ખોળામા

ડર નથી હવે મારી પાચ છે મોગલ
ડર નથી હવે મારી પાચ છે મોગલ
અંધારા અંતરમા અજવાસ મોગલ
અંધારા અંતરમા અજવાસ મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ

હો કાલા વાલા કરી આઈ તને હું રીઝવું
મારે તો ભાવથી એક નામ તારૂ ભજવું
હો પાળે તારા આવી માં પાપ મારા ધોવું
મટી જાયે દુઃખ મારા મુખડું તારૂ જોવું માં
મટી જાયે દુઃખ મારા મુખડું તારૂ જોવું

સાદ્ છે મોગલ મારો નાદ છે મોગલ
સાદ્ છે મોગલ મારો નાદ છે મોગલ
અંધારા અંતરનો અજવાસ મોગલ
અંધારા અંતરનો અજવાસ મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ
શ્વાસ છે મોગલ વિશ્વાસ છે મોગલ
અંધારા અંતરનો અજવાસ મોગલ.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Mogal Maa Garba Lyrics મોગલ માં લિરિક્સ ગુજરાતીમાં"