Skip to content Skip to sidebar Skip to footer

Ek Var Shyam Tame Radhane Garba Lyrics એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગુજરાતીમાં

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે
કલાકાર - અશિત દેસાઈ , હેમા દેસાઈ
મ્યુઝિક - રાકેશ ચૌરસિયા
લેબલ - ક્રિષ્ન ભગવાન
તાલ - કેહરવા

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે
એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે
ગોકુળિયે ગામ નહી આવું..નહી આવું..નહી આવું રે
ગોકુળિયે ગામ નહી આવું રે (૪)

જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે
જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે
મુરલીની તાન નહીં લાવું..નહીં આવું..નહીં આવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે (૪)

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે

જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે
જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે
ઊભો કદંબનો ઘાટ
ઊભો કદંબનો ઘાટ
જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે
ઊભો કદંબનો ઘાટ (૨)

લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને
લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને...
રહી ગઈ વેદનાની વાટ
રહી ગઈ વેદનાની વાટ
રહી ગઈ વેદનાની વાટ
રહી ગઈ વેદનાની વાટ

ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ મુકો કે
ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ મુકો કે
શમણાંને સાદ નહી આવું..નહી આવું..નહી આવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે (૪)

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે...
આટલી અધીરતા જવામાં છે કેમ
આટલી અધીરતા જવામાં છે કેમ
જરા એક નજર ગાયો પર નાખો
એક નજર ગાયો પર નાખો
આટલી અધીરતા જવામાં છે કેમ
જરા એક નજર ગાયો પર નાખો
એક નજર ગાયો પર નાખો

આખરી એ વાર કોઈ મટકી માં બોળીને
આખરી એ વાર કોઈ મટકી માં બોળીને
આંગળીનું માખણ તો ચાખો
એકવાર નીરખીને ગામ પછી કહી દો કે
એકવાર નીરખીને ગામ પછી કહી દો કે
પાંપણને પાન નહીં આવું..નહીં આવું..નહીં આવું રે..

ગોકુળિયે ગામ નહીં આવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે
એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Ek Var Shyam Tame Radhane Garba Lyrics એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગુજરાતીમાં"