Skip to content Skip to sidebar Skip to footer

Bhitar No Bheru Maro Bhajan Lyrics ભીતરનો ભેરુ મારો ગુજરાતીમાં

ભીતરનો ભેરુ મારો ગુજરાતીમાં
કલાકાર - આશિત દેસાઈ
શબ્દો - અવિનાશ વ્યાસ
તાલ - કેહરવા

ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો...
ભીતરનો ભેરુ...

એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો...
ભીતરનો ભેરુ...

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો... ભીતરનો ભેરુ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Bhitar No Bheru Maro Bhajan Lyrics ભીતરનો ભેરુ મારો ગુજરાતીમાં"