Dholida Dhol Dhimo Vagadna Garba Lyrics ઢોલીડા ઢોલ ધીમે વગાડ ના ગુજરાતીમાં
ઢોલીડા ઢોલ ધીમે વગાડ ના
કલાકાર - સતીશ દેહરા
મ્યુઝિક - અપ્પુ
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ - હીંચ , એક તાળી , ગરબા
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના,
રમઝટ કહેવાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
જોજે રંગ જાય ના
પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
જોજે રંગ જાય ના
હો....ચમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર
હો...નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ
ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
જોજે રંગ જાય ના
હો....મોગરાની વેણીમાં શોભે ગુલાબ નીરખી નીરખીને મારું મનડું ધરાય ના,મનડું ધરાય ના
હો....સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની હો....પ્રેમનું આંજણ આંજી,આવી છે માડી મારી આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના,
તેજ માંનુ માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
જોજે રંગ જાય ના...
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,
જોજે રંગ જાય ના
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Dholida Dhol Dhimo Vagadna Garba Lyrics ઢોલીડા ઢોલ ધીમે વગાડ ના ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.