Skip to content Skip to sidebar Skip to footer

Hansla Halone Have Motida Nahire Jade Lyrics હંસાલા હાલો ને હવે ગુજરાતીમાં

હંસાલા  હાલો  ને  હવે
કલાકાર - આદિત્ય ગઢવી
શબ્દો - મનુભાઈ ગઢવી
લેબલ - લોકગીત
તાલ - દીપચંદી

હંસાલા  હાલો  ને  હવે , મોતીડાં  નહિ  રે જડે
આતો જાંજવાના પાણી , માયા જુઠીરે બંધાણી  
મોતીડાં  નહિ  રે જડે
હંસાલા  હાલો  ને  હવે , મોતીડાં  નહિ  રે જડે

ધીમે ધીમે  પ્રીતિ કેરો  દીવડો  પ્રગટાવ્યો
રામના  રખોપા  માગી ઘૂંઘટે  રે ઢંકાવ્યો ,
વાયરો વાયોરે ફેંકાય , માથે મેહુલિયાનો માર
દીવડો  નહિ રે જડે
હંસાલા  હાલો  ને  હવે , મોતીડાં  નહિ  રે જડે

વેલો રે મોડો રે મારો સાયબો પધારે ,
એને કે જો કે ચૂંદડી લાસે રે ઓઢે
કાયા  ભલે  રે બળે , માટી  માટીને  મળે
પ્રીતડી  નહિ  રે મળે
હંસાલા  હાલો  ને  હવે , મોતીડાં  નહિ  રે જડે

હંસાલા  હાલો  ને  હવે , મોતીડાં  નહિ  રે જડે
હંસાલા  હાલો  ને  હવે , મોતીડાં  નહિ  રે જડે

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

1 ટિપ્પણી for "Hansla Halone Have Motida Nahire Jade Lyrics હંસાલા હાલો ને હવે ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.