Nortani Raat Avi Garba Lyrics નોરતાની રાત આવી નોરતાની રાત ગુજરાતીમાં
નોરતાની રાત આવી નોરતાની રાત
કલાકાર - જીજ્ઞેશ કવિરાજ
મ્યુઝિક - મયુર નડિયા
શબ્દો - મનુ રબારી
લેબલ - માતાજી
તાલ - હીંચ , એક તાળી , ગરબા
હો ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી
હે ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી
ગબ્બરના ડુંગરે માં જઈને તું બેઠી
આવ ને ઘડીક હેઠી રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
અરે નોરતાની રાત આવી નોરતાની રાત
એ અંબા બહુચર ને આવો મહાકાળી
અંબા બહુચર ને આવો મહાકાળી
રમવાને રંગતાળી રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
એ નોરતાની રાત આવી નોરતાની રાત
હે આવી નોરતાની રાત
એ હાજર થાજો રે મારી માતા હિંગળાજ
મોગલ સોનલ માં રમવા આવો આજ
એ મોમાઈ રવેચી આવો આશાપુરા માં
ખમકે ખોડલ આવો સાતે બેની સાથ
એ હાકલ કરતી ને ધરણી ધ્રુજાવતી
હાકલ કરતી માડી ધરણી ધ્રુજાવતી
આવો ને રુમ ઝૂમ રમતી રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
એ નોરતાની રાત આવી નોરતાની રાત
હે આવી નવલી નવરાત
હે ગરબો લઇને માથે આયા જોગમાયા
હરસધ્ધ ભવાની સાથે ચામુંડાને લાવ્યા
હો નવલાખ તારલાને ચાંદો પડે ઝાંખો
મળી સૌ દેવીઓને ચોક ભર આખો
એ માંડવીમાં દીવડા જગમગ થાતાં
માંડવીમાં દીવડા જગમગ થાતાં
મનુ રબારી ગુણ ગાતા રે માં
નોરતાની રાત આવી નોરતાની રાત
એ નોરતાની રાત આવી નોરતાની રાત
હે આવી નોરતાની રાત...
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Nortani Raat Avi Garba Lyrics નોરતાની રાત આવી નોરતાની રાત ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.