Skip to content Skip to sidebar Skip to footer

Bhatkela Manni Bavaji Lyrics ભટકેલા મનની બાવાજી ભૂલું સુધારજો ગુજરાતીમાં

ભટકેલા મનની બાવાજી ભૂલું સુધારજો
કલાકાર - નિકિતા કલાત્મિક
મ્યુઝિક - વિજય વાઘેલા
શબ્દો - દાસ સવો
તાલ - કેહરવા

ભટકેલા મનની બાવાજી ભૂલું સુધારજો
સમજણ ના સોટા અમને દેજો સતગુરુજી મોરા
શરણો માં લેજો, શરણો માં લેજો

કાયાનાં દેવળ અમને લાગે છે કાચા
દોયલી વેળાયે દર્શન દેજો સતગુરૂજી....

આવન જાવનની બાવા ગલીયું છે વાંકી 
સમરણની સુધ્ધી અમને દેજો
સતગુરુજી...

મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો
અવસર વેળાએ આડા રેજો
સતગુરૂજી...

કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે
બ્રદને સંભારી ભેળે રેજો
સતગુરુજી...

છોડીને જાસો તો તો શોભે નહી સ્વામી
નવખંડમાં લાજે તમારો નેજો
સતગુરૂજી...

"સવો" કહે સ્વામી અમમાં સુ ખામી
અવગુણ નવ જોશો અંતરજામી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Bhatkela Manni Bavaji Lyrics ભટકેલા મનની બાવાજી ભૂલું સુધારજો ગુજરાતીમાં"