Skip to content Skip to sidebar Skip to footer

Nagar Nandjina Lal Dhun Lyrics નાગર નંદજીના લાલ ગુજરાતીમાં

નાગર નંદજીના લાલ ગુજરાતીમાં
કલાકાર - ઉમા મંગેશકર , પ્રફુલ દવે
શબ્દો - પ્રાચીન શબ્દો
મ્યુઝિક - ગૌરાંગ વ્યાસ
તાલ - કેહરવા

નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ,
રાસ  રમંતા  મારી નથડી  ખોવાણી,

કાના'  જડી  હોયતો  આપ,કાના'  જડી  હોયતો  આપ,
રાસ  રમંતાં  મારી નથડી  ખોવાણી

નાની નાની નથડી ને માહી  જડેલા મોતી,
નથડી કારણયે હું તો નૃત્ય કરૂં જોતી જોતી
નાગર નંદજીના લાલ...

નાની નાની નથડી ને માહી જડેલા હીરા,
નથડી આપો ને બેની સુભદ્રાના વીરા
નાગર નંદજીના લાલ...

નાનેરી પહેરૂં તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરૂં તો મારા મુખ પર જોલા ખાય
નાગર નંદજીના લાલ...

આંબે બોલે કોયલડીને ને વનમાંબોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
નાગર નંદજીના લાલ...

નથડી કારણ મેં તો ઢૂંઢ્યું  છે  વૃંદાવન,
નથડી આપોને મારા  પ્રાણ,  જીવન
નાગર નંદજીના લાલ...

નથડી આપોને પ્રભુ નંદના કુંવર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર
નાગર નંદજીના લાલ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Nagar Nandjina Lal Dhun Lyrics નાગર નંદજીના લાલ ગુજરાતીમાં"