https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Radha Hu Pukaru Puri Dwarikama Lyrics રાધા હું પુકારું પુરી દ્વારીકામાં ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Radha Hu Pukaru Puri Dwarikama Lyrics રાધા હું પુકારું પુરી દ્વારીકામાં ગુજરાતીમાં

રાધા હું પુકારું પુરી દ્વારીકામાં
કલાકાર - કિર્તીદાન ગઢવી
શબ્દો - સાઇરામ દવે
તાલ - ઠેકા

જેના હોઠ ઉપર હોય હસી , 
એના પગમાં પડેલ ચીરા,
એને તમે માનજો ,
કા હોય રાધાને કા હોય મીરાં.

તનનો કરે તંબુર અને , મનના કરે મંજીરા ,
એને તમે માનજો , કા હોય રાધાને કા હોય મીરાં.

ઓ.. રાધા હું પુકારું પુરી દ્વારીકામાં...
મને મારી રાધા વિના , સૂનું સૂનું લાગે...

હજારો છે રાણી, છતાં દ્વારિકામાં,
રાધાની યાદ મને, કાંટા જેવી લાગે;
રાધા હું પુકારું...

ઓ.. વૃંદાવન ની વાટે, તરસે મારી આંખો,
રાધા તારી યાદોને આવી છે પાંખો;
રાધા તારી ઘુંઘરૂના પડઘા પડે છે,
મારા હાથમાં મારી મુરલી રડે છે;
રાધા હું પુકારું...

ઓ.. માખણની ચોરી જો તારા હાથે ખાતો,
એ પૂનમની રાતો ને યમુનાનો કાંઠો;
રાધા તારી મટકીમાં ઘૂંટી હું રહ્યો છું,
તારા વિના રાધે, તૂટી હું રહ્યો છું;
રાધા હું પુકારું...

છે સોનાની ભીંતો પણ , ગોકુલનો કાનો ક્યાં છે,
છે સોનાની થાળી પણ, રાધાનો પ્યારો ક્યાં છે;
આજ દ્વારિકાનો રાજા મને સૌ કહે છે,
રાધા મારી થાળીમાં , કૈક ખૂટે છે;
રાધા હું પુકારું...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Radha Hu Pukaru Puri Dwarikama Lyrics રાધા હું પુકારું પુરી દ્વારીકામાં ગુજરાતીમાં"