Skip to content Skip to sidebar Skip to footer

Narayan Swami Ni Navi Sakhio Lyrics નારાયણ સ્વામીની નવી સાખીઓ ગુજરાતીમાં

નવી ગુજરાતી સાખીઓ
કલાકાર - નારાયણ સ્વામી
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

સંત સમાગમ જે નર કરશે , તેને પ્રગટે પ્રેમ,
જે ધાતુને પારસ સ્પર્શે તે તો હોયે હેમ.

અચેતન ને ઉપદેશ ના લાગે,
ભલેને શિવ બ્રહ્મા સમજાવે;
જેના અવળા અંતઃકરણ,
તેને સમજ ના આવે.

કુબુદ્ધિ કાળપ જેને હૃદય , તેને ના લાગે રંગ,
અળદ ઉજળા કેમેય ના થાય ભલેને જબોળે ગંગ.

પાપીને પ્રબોધ ના કરીયે મૌન ગ્રહિને રહીએ
કહે પ્રીતમ તુલસીદળ તોડીને પ્રેત ના પૂજવા જઇયે.

કલમ કસાઈ જૈસી કરની કસાઈ ભી નહિ કરતા હૈ
કલમ કાંટી સે કાટ કલેજા રક્ત કી જુરી ભરતા હૈ.

કસાઈ જૈસા કર્મ કરકે દ્રવ્ય પરાયા હરતા હૈ
ગરીબ કા વો ગરદન કાટકે ઈશ્વર સે નહી ડરતા હૈ.

દીન દુખી પર દયા ના આવે દામ ચામ કા દાશા હૈ
દાસ ગરીબ કહે દેખો યારો યેભી એક તમાશા હૈ.

ઇન્સાફ જો અદલ કરે સો અમલદાર કહેલાતા હૈ
પીર ફકીર આદુનિયાદારી સબસે આશિષ પાતા હૈ.

મતલબ સે જો ન્યાય ન દેવે દોષ ગરીબ કી ખાતાહૈ
ઐસા કર્મ કરનેવાલા ઘોર નર્ક મે જાતાં હૈ.

રિશ્વત ખાકે રાજી હો વો બિલકુલ વો બદમાશ હૈ
દાસ ગરીબ કહે દેખોયારો યેભી એક તમાશા હૈ.

બિન અપરાધી મારે જાવે અપરાધી હૈ પાસ ખડા
ઐસે ઐસે અનુત દેખી હોતા હૈ અફસોસ બડા.

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Narayan Swami Ni Navi Sakhio Lyrics નારાયણ સ્વામીની નવી સાખીઓ ગુજરાતીમાં"