https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Bhaduti Banglo Konere Banavyo Lyrics In Gujarati ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Bhaduti Banglo Konere Banavyo Lyrics In Gujarati ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ગુજરાતીમાં

ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો
કલાકાર - પ્રફુલ દવે
તાલ - કેહરવા , ધીમી ચલતી

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો...
લોઢુ નથી કાઈ લાકડું નથી એમાં,
નથી ખીલા કે નથી ખીલીઓ મારા ભાઈ...
ભાડૂતી બંગલો

ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં
નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ...
આ રે બંગલામાં દસ દસ દરવાજા
નવસો નવાણું એમાં બારી મારા ભાઈ...
ભાડૂતી બંગલો કોને રે...

કડિયા-કારીગરની કારીગરી નથી એમાં
પાણીની બનાવી હવેલી મારા ભાઈ...
ભાડૂતી બંગલો કોને રે...

બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા
નથી દેવું પડતું ભાડું મારા ભાઈ...
ભાડૂતી બંગલો કોને રે...

નટવર શેઠની નોટિસો રે આવી
અમારે ચોપડે નથી નામું મારા ભાઈ...
ભાડૂતી બંગલો કોને રે...

ઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા
આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ...
ભાડૂતી બંગલો કોને રે...

પાછું વાળી શું જુઓ છો જીવાભાઈ
ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ...
ભાડૂતી બંગલો કોને રે...

દાસી જીવણજાઓ ગુરુજીને ચરણે
તારશે પ્રેમનગરવાળો મારા ભાઈ...
ભાડૂતી બંગલો કોને રે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Bhaduti Banglo Konere Banavyo Lyrics In Gujarati ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ગુજરાતીમાં"