Skip to content Skip to sidebar Skip to footer

VIJOGAN VENU VAGADE LYRICS IN GUJARATI વીજોગણ વેણુ વગાડે

વીજોગણ વેણુ વગાડે
કલાકાર - કિર્તીદાન ગઢવી
મ્યુઝિક - ધ્યાન ગઢવી
લેબલ -  રાધા રાણી
શબ્દો -  સાઇરામ દવે
તાલ -  ગરબા , હીંચ

સોના ની નગરી મા સુતેલા શ્યામ ને
સોના ની નગરી મા સુતેલા શ્યામ ને
મેઘલડી રાતે જગાડે જગાડે
વીજોગણ વેણુ વગાડે વગાડે
વીજોગણ વેણુ વગાડે

શોલે શણગાર શજી યમુના ને કાંઠડે (૨)
રાધાજી બંસરી ફુંકે (૨)
ચાદલીયો થીજી ને અજવાલુ આપતો (૨)
અંબોડે મોરપીંછ મુકે (૨)
વિરહ ના સુરો ઉઘાડે
વિરહ ના સુરો ઉઘાડે ઉઘાડે
વીજોગણ વેણુ વગાડે વગાડે
વીજોગણ વેણુ વગાડે

બેટ ના ઝરુખે થી મધદરીયે અંધારે (૨)
સુનમુન ઉભો છે શ્યામ (૨)
રાધા ના સુર ઓલ્યા ગોકુળ ના ગોંદરે થી (૨)
પડઘાયા દ્વારિકા ધામ (૨)
શ્યામલા ને સમદર દઝાડે
શ્યામલા ને સમદર દઝાડે દઝાડે
વીજોગણ વેણુ વગાડે વગાડે
વીજોગણ વેણુ વગાડે

ભીની આંખલડી એ રાધીકા ગુમી ને (૨)
એકલડી લેતી તી રાસ (૨)
ઠેસ એક લાગતા તુટી ગયી વાસલી (૨)
ખુટી નહીં માધવ ની પ્યાસ (૨)
રોમ રોમ રાહડે રમાડે
રોમ રોમ રાહડે રમાડે રમાડે
વીજોગણ વેણુ વગાડે વગાડે
વીજોગણ વેણુ વગાડે

સોના ની નગરી મા સુતેલા શ્યામ ને (૨)
મેઘલડી રાતે જગાડે જગાડે
વીજોગણ વેણુ વગાડે  વગાડે
વીજોગણ વેણુ વગાડે

હો શ્યામ મારા શ્યામ
મારા શ્યામ  

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "VIJOGAN VENU VAGADE LYRICS IN GUJARATI વીજોગણ વેણુ વગાડે"