Skip to content Skip to sidebar Skip to footer

GUJARATI DUHA PART-૪ LYRICS IN GUJARATI ગુજરાતી દુહા ભાગ - ૪

ગુજરાતી દુહા ભાગ - ૪

નઈ  દુજાળુ નઈ દીકરા
નઈ ઘૂંઘટ વાળી ઘેર
હે ઇતો એકલો પોતે આથળે
એનું જીવન ખારું ઝેર

તે કિધાતા તૈયાર અમને
અંબર પેરાવીને ઉજળા
અમે ધૂળમાં રમિયા ધરાર
અમે મેલા થઈ ગયા માવડી

પણ નારીને નિંદો નહિ નારી રતન કેરી ખાણ
પણ નારીથી નર નીપજે હે ઇતો ધ્રુવ પ્રહલાદ સમાન

ગમે તે વસો ગામડે અને સાયતે વસો શેર
પણ દોલત વિનાનું જીવન ખારું ઝેર

હે આતો રાઘવ ને રણમાં અને  હનુમો ના હોત સાથ
તો તો રામ રામ ના  આંસુડાં રાજ લંકામાં કોણ લોત

કે ઇ અવધ નીર તન અંજલિ
ટપકત શ્વાસો શ્વાસ
પણ હરી ભજ્યા વિણ જાત હૈ
આપણો અવસર ઈશરદાસ

સંત સપૂત ને તુંબડા ત્રણેય નો એક સ્વભાવ
પણ તારે તારે પણ બોલે નહિ હે એનો તાર્યા ઉપર ભાવ

રાવણ તેમજ રામની એકજ રાશિ એની
પણ કેડા ને જુદા કામ એનું કારણ શું છે કાગડા

રામ કિસિકો મારે નહિ ઐસો પાપી નહિ હૈ રામ
પર અપને આપહી સબ મરજાત હૈ હે ઇતો કરકે કુડા કામ

હે મોગલ માં તુ ધિંગો ધણી મોગલ છે માને બાપ
પણ સાજા તાજા સૌ સુખી અમારે મોગલ નો પ્રતાપ

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "GUJARATI DUHA PART-૪ LYRICS IN GUJARATI ગુજરાતી દુહા ભાગ - ૪"