Skip to content Skip to sidebar Skip to footer

RAM RANUJAVALO LYRICS IN GUJARATI રામ રણુજાવાળો ગુજરાતીમા

રામ રણુજાવાળો
કલાકાર - પૂનમ ગોંડલિયા
શબ્દો -  ધારાભાઈ ગઢવી
લેબલ -  રામદેવ પીર
તાલ -  કેહરવા

રામા તુ રણુજા ધણી પોકરણ ગઢના પીર
મારી વિનંતી સુણી વેલા આવજો વિરમદેના વીર

રામ રણુજાવાળો ભમ્મરિયા ભાલા વાળો
કેસરીયા જામા વાળો લીલુડા નેજા વાળો
પીરનો તુ પીર કેવાણો.. હો કેવાણો
રામા પીર.. રામા પીર.. રામા પીર.. (૨)

ઓ કુમ કુમ કેરા પગલા પાડી અજમલ ઘેર આવનારો
પોકરણ ગઢમાં આનંદ છાયો પ્રગટ દિન દયાળો
કુમ કુમ કેરા પગલા પાડી અજમલ ઘેર આવનારો
પોકરણ ગઢમાં આનંદ છાયો પ્રગટ દિન દયાળો
રામ રણુજાવાળો ભમ્મરિયા ભાલા વાળો
કેસરીયા જામા વાળો લીલુડા નેજા વાળો
પીરનો તુ પીર કેવાણો.. હો કેવાણો
રામા પીર.. રામા પીર.. રામા પીર..

કાન મા કુંડળ માથે મુગટ કરમા ગેડીયા વાળો
હીરા મોતીના હાર ગળામાં સોનેરી મોજડી વાળો
કાન મા કુંડળ માથે મુગટ કરમા ગેડીયા વાળો
હીરા મોતીના હાર ગળામાં સોનેરી મોજડી વાળો
રામ રણુજાવાળો ભમ્મરિયા ભાલા વાળો
કેસરીયા જામા વાળો લીલુડા નેજા વાળો
પીરનો તુ પીર કેવાણો.. હે કેવાણો
રામા પીર.. રામા પીર.. રામા પીર..

ચડયો બાદશાહ મારવાડ ઉપર યુદ્ધન પરિણન કારો
લિલુડે ઘોડલે ચળીને ભાલે અસુર દલ હાકનારો
ચડયો બાદશાહ મારવાડ ઉપર યુદ્ધન પરિણન કારો
લિલુડે ઘોડલે ચળીને ભાલે અસુર દલ હાકનારો
રામ રણુજાવાળો ભમ્મરિયા ભાલા વાળો
કેસરીયા જામા વાળો લીલુડા નેજા વાળો
પીરનો તુ પીર કેવાણો.. હો કેવાણો
રામા પીર.. રામા પીર.. રામા પીર..

ઓ ગુણલા ગાયે ધારો ચારણ ભીડુનો ભાંગન હારો
ભક્ત ઉધારણ ભવજળ તારણ નકળંક નેજા વાળો
રામ રણુજાવાળો ભમ્મરિયા ભાલા વાળો
કેસરીયા જામા વાળો લીલુડા નેજા વાળો
પીરનો તુ પીર કેવાણો.. હો કેવાણો
હો.. રામા પીર.. રામા પીર.. રામા પીર..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "RAM RANUJAVALO LYRICS IN GUJARATI રામ રણુજાવાળો ગુજરાતીમા"