Skip to content Skip to sidebar Skip to footer

RAM TARU SACHU SARNAMU MALTU NATHI LYRICS IN GUJARATI રામ તારું સરનામું સાચું મળતું નથી

રામ તારું સરનામું સાચું મળતું નથી
કલાકાર - વિજય જોરનાંગ
મ્યુઝિક - જીતુ પ્રજાપતિ
લેબલ -  રામ ભગવાન
શબ્દો -  રાજન રાયકા
તાલ -  હીંચ , એક તાળી

હે રામ તારું સરનામું સાચું મળતું નથી
હે રામ તારું સરનામું સાચું મળતું નથી
હે તારું નામ લીધા વિના ચેન પડતું નથી
હે સાચો મારગ બતાવવા વાળું મળતું નથી
તારા વિના એક પળ મારે ચાલતું નથી
હે રામ તારું સરનામું સાચું મળતું નથી
હે તારું નામ લીધા વિના ચેન પડતું નથી

હૂતો સેવક છું રામ મારા તારા નામ નો
હે તારા વિના જન્મારો ના કોઈ કામ નો
હે તમે કયા નગર ના રહેવાસી
તારા નોમ ના અખંડ અમે ઉપવાસી
હે રામ તારું સરનામું સાચું મળતું નથી
હે તારું નામ લીધા વિના ચને પડતું નથી

જોયા ફોટા માં રૂબરૂ મળવું છે
હે તારો પડછાયો બની
હે તારા મુખ થી મીઠું વેણ સાંભળવું છે
તારા ચરણો ના ચોક માં રમવું છે
હે રામ તારું સરનામું સાચું મળતું નથી
હે તારું નામ લીધા વિના ચેન પડતું નથી

હે કયા રૂપે સ્વરૂપે તું મને મળશે
હે તારી ઓળખાણ મને સિધ પડશે
હે મારો રોમ વસે માવતર ને મંદિર માં
રાજન ધવલ કે જોઈલે ભીતર માં
હે રામ તારુ સરનામું સાચું મળી રે ગયું
હે રામ તારુ સરનામું સાચું મળી રે ગયું
હે રામ તારુ સરનામું સાચું મળી રે ગયું

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "RAM TARU SACHU SARNAMU MALTU NATHI LYRICS IN GUJARATI રામ તારું સરનામું સાચું મળતું નથી"