Skip to content Skip to sidebar Skip to footer

PASHCHIM DHARAMA PIRJI RAMDEVPIR AARTI LYRICS પશ્ચિમ ધરામા મારા પીરજી પ્રગટ્યા રામદેવપીર આરતી

પશ્ચિમ ધરામા મારા પીરજી પ્રગટ્યા
કલાકાર - કિંજલ દવે
શબ્દો -  હરજી ભાથિ
લેબલ -  રામાદેવ પીર
તાલ -  કેહરવા

રામા તમારા દેવળે ચડે ગૂગળ ના ધૂપ,
નર ને નારી તમને નમનુ કરે તને નમે મોટા ભૂપ

પશ્ચિમ ધરામા મારા પીરજી પ્રગટ્યા
પશ્ચિમ ધરાસુ મારા પીરજી પધાર્યા
અજમલ ઘરે અવતાર લિયો
અજમલ ઘેર અવતાર લિયો
લાસાને સગુણા ઉતારે પીરની આરતી
લાસાને સગુણા ઉતારે પીરની આરતી
એ હરજી રે ભાથી ચમર ઢોળે એવા ચમર ઢોળે
વૈકુંઠ મે બાબા હોવે રે તારી આરતી
વૈકુંઠ મે બાબા હોવે રે તારી આરતી
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હો ઢોલ નગારા ને વીણા ઝંતર વાગે
ઝાલર નો ઝલકાર પડે  ઝલકાર પડે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી
હો દૂર દૂર દેશથી આવે તોળી જાત્રા
હે દેવળ આગળ નમન કરે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હો વેરત મિઠાયુને ચડે ચકચૂરમાં
ગૂગળ નો ઘમરોળ ઉડે  ઘમરોળ ઉડે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી
હો ગંગા ને જમના વહે રે સરસ્વતી
રામદેવ બાબા ત્યાં સ્નાન કરે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હરિના ચરણે ભાથિ હરજી રે બોલ્યા
નવખંડ માં તારા નેજા ફરકે  તારા નેજા ફરકે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી
હરજી ભાથી ચમર ઢોળે રૂડા ચમર ઢોળે
વૈકુંઠ મે બાબા હોવેરે તારી આરતી
લાસાને સગુણા ઉતારે પીરની આરતી
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "PASHCHIM DHARAMA PIRJI RAMDEVPIR AARTI LYRICS પશ્ચિમ ધરામા મારા પીરજી પ્રગટ્યા રામદેવપીર આરતી"