Skip to content Skip to sidebar Skip to footer

Ghadvaiya Mare Thakorji Nathi Thavu Lyrics ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગુજરાતીમાં

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
કલાકાર - નિરંજન પંડ્યા
શબ્દો - કવિ દાદ
તાલ - હીંચ , ડબલ હીંચ , ગરબા

ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું... (2)

હોમ હવન કે જગન જાપ થી, મારે નથી રે ધરાવું,
બેટડે બાપના મોઢાં ન ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું
ઘડવૈયા મારે...

પીળા પિતાંબર, જરકસી જામા એવા, વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું
ઘડવૈયા મારે...

ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે, નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું
ઘડવૈયા મારે...

બીડ્યા મંદિરીયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઇને ખોડાવું
ઘડવૈયા મારે...

કપટી જગતના કૂડાકૂડ રાગથી,ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં,શૂરો પૂરો સરજાવું
ઘડવૈયા મારે...

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે, ચિતારા નથી રે ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને ‘દાદ’ ઝાઝુ શું રંગાવું
ઘડવૈયા મારે...

ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું (2)

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Ghadvaiya Mare Thakorji Nathi Thavu Lyrics ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગુજરાતીમાં"