Ame Mahiyara Re Garba Lyrics અમે મહિયારાં રે ગુજરાતીમાં
અમે મહિયારાં રે
કલાકાર - પાર્થિવ ગોહિલ
મ્યુઝિક - ગૌરાંગ વ્યાસ
શબ્દો - નરસિંહ મહેતા
તાલ - હીંચ , એક તાળી , ગરબા
અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મહિયારા રે... ગોકુળ ગામનાં
મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નહીં લેવા, મહિયારા રે...
ગોકુળ ગામના...
યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રે...
ગોકુળ ગામનાં...
માવડી જશોદાજી કાનજીને વારો
દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નહીં કહેવા,મહિયારા રે...
ગોકુળ ગામનાં...
નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી
નિર્મળ હૈયાંની વાત કહેતા, મહિયારા રે...
ગોકુળ ગામનાં...
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Ame Mahiyara Re Garba Lyrics અમે મહિયારાં રે ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.