https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW JIVU CHHU RASILA TARA MUKHADANE JOTI KIRTAN LYRICS જીવું છું રસીલા તારા મુખડાને જોતી - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

JIVU CHHU RASILA TARA MUKHADANE JOTI KIRTAN LYRICS જીવું છું રસીલા તારા મુખડાને જોતી

જીવું છું રસીલા તારા મુખડાને જોતી
કલાકાર - અજાણીતા
શબ્દો -  બ્રહ્માનંદ સ્વામી
મ્યુઝિક - રિયા સ્ટુડિયો સુરત
તાલ - કેહરવા

જીવું છું રસીલા, તારા મુખડાને જોતી રે,
હૈડાના હાર પ્યારા,
નથડીનાં મોતી રે
જીવું છું રસીલા તારા ....

મુખડું જોઈને તારું, મોહ્યું મન મારું રે,
પીયર સાસરિયું સર્વે,
થયું મન ખારું રે
જીવું છું રસીલા તારા ....

અધર અમૃત પાને  થઈ હું તો ઘેલી રે,
નિઃશંક થઈ છે લજ્જા,
લોક કેરી મેલી રે
જીવું છું રસીલા તારા ....

નટવર નિરખી તુંને, અંતર ઠરે છે રે,
દુરિજન લોક ઘોળ્યાં,
દાંઝીને મરે છે રે
જીવું છું રસીલા તારા ....

મન કર્મ વચને હું, થઈ રહી તારી રે,
મુખડાં ઉપર જાયે,
બ્રહ્માનંદ વારી રે
જીવું છું રસીલા તારા ....

www.Gujjulyricsin.Com

શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "JIVU CHHU RASILA TARA MUKHADANE JOTI KIRTAN LYRICS જીવું છું રસીલા તારા મુખડાને જોતી"