Skip to content Skip to sidebar Skip to footer

VRAJ MANE KON LAI JAY વ્રજ મને કોણ લઈ જાય

વ્રજ મને કોણ લઈ જાય
કલાકાર - બિરજુ બારોટ
શબ્દો - અજાણીતા
મ્યુઝિક - ધવલ કાપડિયા
તાલ - હીંચ , નરસિંહ મેહતા ની હુંડી ની જેમજ

આ સંગ હાલ્યો સૌ જાત્રા કરવા
મને જાવાનું મન થાય

હે ઓલા ગોવાળિયા ને કોણ સમજાવે
વ્રજ મને કોણ લઈ જાય
હે મને કનૈયાના કાગળ આવે
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય...

સાસુજી મારાં હઠીલા
નણદલ છે નઠાર
હે મારી જેઠાણીના જોર બઉ જાજા
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય...

સવાર માં વેલી ઊઠી હું નીકળી
અને લીધો વ્રજ નો મારગ
ભલે ગોતે રે આખું ગામ
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય...

વ્રજ હું તો પોગી ગઈ
અને ત્યાં ક્રિષ્ન રમે રાશ
હું તો ગોપિયું ભેળી રમી રાશ
વ્રજ મને કોણ લઈ જાય
મને વ્રજ ના સપના આવે
વ્રજ મને કોણ લઈ જાય...


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

1 ટિપ્પણી for "VRAJ MANE KON LAI JAY વ્રજ મને કોણ લઈ જાય"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.