https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW MADHAV KHOVANA MADHUVANAMA LYRICS માધવ ખોવાણા મધુવનમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

MADHAV KHOVANA MADHUVANAMA LYRICS માધવ ખોવાણા મધુવનમાં

માધવ ક્યા ખોવાણા મધુવનમાં
કલાકાર - બિરજુ બારોટ , અનુરાધા રાવલ
શબ્દો - પ્રવીણ વડાદોરીયા
લેબલ - બિરજુ બારોટ ઓફિશ્યિલ
રેકોર્ડેડ - માં રેકોર્ડિંગ સ્ટુડિયો
તાલ - હીંચ , એક તાળી , દાંડિયારાસ

માધવ ક્યા ખોવાણા મધુવનમાં
કે જાદવ ક્યા ગોતો મધુવનમાં (૨)

હે જીણા ઝરમર અશાઢી મેહ રે
માધવ ક્યા ખોવાણા મધુવનમાં

ગોતે ગોપીને ગોતે રે ગોવાળિયા રે (૨)
હે ગોતે કાન ઘેલી રાધા નાર રે
માધવ ક્યા ખોવાણા મધુવનમાં

સૂના દીઠયા મે જમનાના નીર જીરે (૨)
હે સૂના દીઠયા મે વનરાવન રે
માધવ ક્યા ખોવાણા મધુવનમાં

ગાયોને વાછરું ભાંભરે આજ મારે (૨)
જ્યારે ન સુણયો બંસરીનો સુર રે
માધવ ક્યા ખોવાણા મધુવનમાં

મામા કંસ ને મારવા હાલિયા રે (૨)
હે કરવા જગત નો ઉદ્ધાર રે
માધવ ક્યા ખોવાણા મધુવનમાં

માધવ ક્યા ખોવાણા મધુવનમાં..
કે જાદવ ક્યા ગોતો મધુવનમાં..
માધવ ક્યા ખોવાણા મધુવનમાં..


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "MADHAV KHOVANA MADHUVANAMA LYRICS માધવ ખોવાણા મધુવનમાં"