Skip to content Skip to sidebar Skip to footer

TANE MOTA GHARNU TEDU JYARE AVSHE તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે

તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે
કલાકાર - જીગ્નેશ દાદા રાધે રાધે
શબ્દો - અજાણીતા
તાલ - સ્લોવ ધૂન , ડબલ હીંચ

તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે
આના કાની કદીયે ન ચાલે
આના કાની જરિયે ન ચાલે
જ્યારે એ બોલાવશે...
તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે

બિસ્તર તો તને નહી લેવા દે
સંદેશો પણ નહિ કહેવાદે
તારા ઘરમાંથી ભાઈ તનેતો,
એકલડો ઉપાડશે...
તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે

સગા સબંધી જોતા રહેશે
રોતા રોતા વિદાય દેશે
તને મારગ માં ખાવા માટે
તને મારગ માં ખાવા માટે
ભાથું ના બંધાવશે...
તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે

જીવતર તારું એડે જાશે
આવ્યો એવો જગથી જાશે
ઈશ્વર તુજને પૂછશે ત્યારે
જવાબ કયાંથી લાવશે...
તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે

પુનિત પદવી તુજને આપી
માનવ તનમાં દીધો સ્થાપી (૨)
રામ ભગત જો થયો નહિ તો
જનમ જનમ ભટકાવસે...
તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે
તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.


ટિપ્પણી પોસ્ટ કરો for "TANE MOTA GHARNU TEDU JYARE AVSHE તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે"