GURUJI MARA AVE CHHE LYRICS ગુરૂજી મારા આવે છે
ગુરૂજી મારા આવે છે
કલાકાર - બિરજુ બારોટ
શબ્દો - દાસી જબુમા
લેબલ - બિરજુ બારોટ ઓફિશ્યિલ
તાલ - માઈટ , દીપ ચંદી
હે જી મને જીણો જીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
હે જી એના સવારીના સુર સંભળાય
હે જી મને જીણો જીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
ગુરૂજી મારા આવે છે...
નયન થી નીરખતા ત્યાં તો
વાલો લાગે દૂર
ઓહમ સોહમ ના કીજીયે
એનું ગોતી લેજો નૂર
હે જી જીણી જીણી ઝાલર સંભળાય
ગુરૂજી મારા આવે છે...
પ્રથમ ગુરુજીને વિનવું
વંદન કરું વારંવાર
મોહ બંધન થી મુક્ત કરી
ઉતારો ભવ જળ પાર
હવે અનહદ નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
સેવા સદગુરુ દેવ ની
તન મનથી કરે કોઈ
દાસી જબુ કર જોડી વિનવે
આ અનુભવ ચક્ષુ કોઈ
સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય
ગુરૂજી મારા આવે છે...
હે જી મને જીણો જીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
હે જી એના સવારીના સુર સંભળાય
હે જી મને જીણો જીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
ગુરૂજી મારા આવે છે...
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
સરસ
જવાબ આપોકાઢી નાખોઅશોકભાઈ ખૂબ ખૂબ આભાર
કાઢી નાખોખુબ સરસ
જવાબ આપોકાઢી નાખોSupar 👌👌👌👌👌👌👌
જવાબ આપોકાઢી નાખો