Skip to content Skip to sidebar Skip to footer

ARDA KARU MA ATLI LYRICS અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે


અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે
કલાકાર - અનિરુધ આહીર
મ્યુઝીક - શિવમ ગુન્ડેચા
શબ્દો - રમેશ છંગા
તાલ - ધીમી ચલતી , મિક્ષ તાલ

વાઘેશ્વરી વરદાઇની,
મા પરમેશ્વરી પ્રાણદાત્
શ્વાસે શ્વાસે મા ઈશ્વરી,
માડી વિશ્વેશ્વરી વિખ્યાત

સમરણ કરું મા શારદા,
વાણી રૂપે વાઘેશ્વરી
સંતાપ સઘળા ટાળજો,
આઈ આદ્યશક્તિ ઇશ્વરી
કરણી અને કથની તણાં,
સહું દોષને પરખાવજે
અરદા કરું મા આટલી
હાબાય હામું પુરજે.

દુઃખ, દર્દ આવો છો
ભલે સઘડા મળી સંસારમાં
સમ ભાવથી ભજતો રહું
તુજ નામના વિસ્તારમાં
માંગું ફકત મા એટલું
બસ સહનશક્તિ આપજે
અરદા કરું મા આટલી
હાબાય હામુ પુરજે.

હસતી કદી, રડતી કદી,
પડતી ને આખડતી રહી
પળ પળ લપસતી જીંદગી,
તુજ તાંતણે ટકતી રહી
જંજારની ઝાડથી આઇ
આવને ઉગારજે
અરદા કરું મા આટલી
હાબાય હામું પુરજે.

હાકલ કરે, હાજર થતી,
હાબાય ધ્રોડી આવતી
સમરુ હબાઇ માતને,
ત્યાં ગગન નાદ ગજાવતી
ભટકેલ ભોળા બાળને,
મા ભગવતી ભવ તારજે
અરદા કરું મા આટલી
હાબાય હામું પુરજે.

વંદન કરું વાઘેશ્વરી,
ભવતારીણી માતેશ્વરી
ભુલો સહીત સૌ બાળને
સ્વિકારજો પરમેશ્વરી
લખણે કદી લપસું તો મા
લપડાક મારી વારજે
અરદા કરું મા આટલી
હાબાય હામું પૂરજે.


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "ARDA KARU MA ATLI LYRICS અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે"