Skip to content Skip to sidebar Skip to footer

SAMJAN VAGAR NU JIVVU સાખી સમજણ વગર નું જીવવું

સાખી સમજણ વગર નું જીવવું
કલાકાર - ધ્વાની ક્રીએસન
શબ્દો - પ્રાચીન શબ્દો
આલ્બમ - ગુજરાતી સાખી
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

સમજણ વગર નું જીવવું
ભલે જીવો વરસ હજાર,
સમજીને જીવો ઘડી એક તો
તો તો સમજો બેડો પાર.

નાથ વગર ની નારી નકામી
અને મકાન વિનાની બારી નકામી,
ખીચડી બઉ ખારી નકામી
સાકર વિનાની ઘારી નકામી.

સમજણ વગર નું દેવું નકામુ
નીતિ વગર નું લેવું નકામુ,
ન સમજે તેને કેવું નકામુ
અને કોઈને ઘેરે જાજા પડ્યું રેવું નકામુ.

મકામ વગર નું જાવું નકામુ
ભૂખ વગર નું ખાવું નકામુ,
નીર વગર નું નાવું નકામુ
ઘડા વગર નું ગાવું નકામુ.

પ્રાણ વગર ની કાયા નકામી
મર્યા પછી માયા નકામી,
વાડી વગર ની સરિતા નકામી
વિનય વગર ની વનિતા નકામી.

એમ મહંતો વગર ની મઢી નકામી
હળદર વગર ની કઢી નકામી,
વહુ સમજે નહિ તો સાસુ એને વઢી નકામી
ચટણીમાં કુચા રહી જાય તો એને લઢી નકામી.

અધિકારી બહુ નરમ નકામા
ને ગુણવાન બહુ ગરમ નકામા,
ભક્તિમાં બવ ભરમ નકામા ને
બાપા પ્રેમી પાસે બવ મરમ નકામા.

સતા સામે સાન નકામુ
અને પછી બહુ જાજુ પછી ડાપણ નકામુ,
કામ ના લાગે એવું ખાપણ નકામુ
ડાયાબિટસ વાળાને ગળપણ નકામુ.

તો વાત વાત મા વળકા નકામા
અને બઉ જાજા પછી કળકા નકામા,
સ્વાદ માં બઉ સળકા નકામા
કુળ ડુબાળે એવા દીકરા પણ નકામા.

માટે બઉ જાજા ઉછાળા નકામા
ને ખેતર માં બઉ નાળા નકામા,
ખોરડાં બઉ ઉઘાડા નકામા
ને ઘરમાં સાથે સાળા નકામા.


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

3 ટિપ્પણી for "SAMJAN VAGAR NU JIVVU સાખી સમજણ વગર નું જીવવું"

  1. રામને સમરી લે પ્રભુ ને સમરી લે કોણ જાણે કાલકી

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. રામ ને ભજિલે ભજન એડ કરી દીધું છે તમે નીચેની લીંક પરથી વાંચી શકશો
      આભાર..
      https://www.gujjulyricsin.com/2021/06/ram-ne-bhajile-prabhune-samrile-lyrics.html

      કાઢી નાખો
    2. તમે ભજન ના શબ્દો સર્ચ કરીને પણ રામ ને ભજીલે ભજન શોધી શકશો..

      કાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.