Skip to content Skip to sidebar Skip to footer

MARA RAGHAV NE JAI KEJO KE મારા રાઘવ ને જઈ કહેજો કે

મારા રાઘવ ને જઈ કહેજો કે
કલાકાર - અલ્પા પટેલ
શબ્દો - કવિ કે દાન
મ્યુઝીક - ધવલ કાપડીયા
તાલ - દીપચંડી , માઈટ

મારા રાઘવ ને જઈ કહેજો કે
જટ લંકા ગઢમાં આવે
મારા રાઘવ ને જઈ કહેજો કે
જટ લંકા ગઢમાં આવે...

લંકા ગઢમાં આવે
આવી દસ માથાળાને મારે જો
મારા રાઘવ ને જઈ કહેજો કે
જટ લંકા ગઢમાં આવે
હે મારા રાઘવ ને જઈ કહેજો...

એવો દિવસ રે ઉગેને
રાવણ રોજ વાટિકામાં આવે જો
દૈત્ય દશાનન આવી મને
ડારો દઈને ડરાવે જો
દિવસ જાય મારા દોયલા
મારી પાપણે પાણી પડાવે જો
મારા રાઘવ ને જઈ કહેજો...

એવો હદનો વટેલો રાવણ
રોજ મને મેણા મારતો
તારા રઘુકુળ નો રાજા
મારા સામે કેમ ના આવતો
રઘુકુળ ના રાજા હવે એને
રણમાં આવી રોળો જો
મારા રાઘવ ને જઈ કહેજો...

કવિ કેદાન કે કરુણાના સાગર
તારી કરુણા ને હેઠી મેલજો
જગત જનની જાનકી ની
આંખે આંસુડાની ધાર જો
ત્યાં તો ફરકી રે ભૂજાયું
લંકા માથે મિટ્યું મંડાણીજો
મારા રાઘવ ને જઈ કહેજો...

લંકા ગઢમાં આવે
આવી દસ માથાળાને મારે જો
મારા રાઘવ ને જઈ કહેજો કે
મારા રાઘવ ને જઈ કહેજો કે...

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

1 ટિપ્પણી for "MARA RAGHAV NE JAI KEJO KE મારા રાઘવ ને જઈ કહેજો કે"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.