Skip to content Skip to sidebar Skip to footer

BHAJAN SAKHI LYRICS ભજન સાખી

ભજન સાખી
કલાકાર - કીર્તીદાન ગઢવી
શબ્દો - પ્રાચીન શબ્દો
આલ્બમ - ગુજરાતી સાખી
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

પહેલો નામ પરમેશ્વરો
જેને જગ માંડ્યો જોય
નર જે મૂરખ સમજે નહિ
હે મારો હરી કરે સો હોય

સતગુરુ ની દયા વિના
પ્યારા સપને મળે નહિ સત્સંગ
જો પૂરણ દયા હોય મારા ગુરુદેવની
તો તો ચડે ભક્તિનો રંગ

સરસ્વતી માતા સ્વર દીજીયે
ગુણપતિ દીજિયે જ્ઞાન
બજરંગી મહાબળ દિજીએ
મારા સતગુરુ દિજીયે સાન

નારાયણ ના વિસારિયે
નિત પ્રત લીજે નામ
જો લાભે મનુસાજનમ
કીજીયે ઉત્તમ કામ

નામ સમો વળખો નહિ
જપ તપ તીરથ જોગ
નામે પાતક છૂટશે
નામે નાસે રોગ

આયુષ નીરતન અંજલિ
ટપકત શ્વાસો શ્વાસ
હરી ના ભજન વીણ જાત હૈ
અવસર ઈશર દાસ

છાયા બડો ધણી
તુજસે બડો નહિ કોઈ
તું જેના સિરપર હાથ ધરે
વો જુગ મે બડો હો જાયે

પ્રીતમ તુમ દરિયા હો
મૈ અવગુણ કી જહાજ
અબકે પાર ઉતાર દિયો
પાવ પડું તોરે આજ

પ્રીતમ ધાગા પ્રેમ કા
મત ખીચો તુટ જાય
લાખ કરે કોશિશ લેકિન
બિચમે ગાંઠ રહે જાય

દર્દ જે હોય છે દિલમાં
આવી બહાર બોલે છે
રહે જો મૌન આંખો તો
અશ્રુ ધાર બોલે છે

ફકીરી હાલ જોઈને
પરખ કરસો નહિ નાઝિર
જે સારા હોય છે એનાતો
સંસ્કાર બોલે છે


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

1 ટિપ્પણી for "BHAJAN SAKHI LYRICS ભજન સાખી"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.