Skip to content Skip to sidebar Skip to footer

SAPNA VINANI AKHI RAT LYRICS સપના વિના ની આખી રાત

સપના વિના ની આખી રાત
કલાકાર - આદિત્ય ગઢવી
શબ્દો - સૌમ્યા જોશી
મ્યુઝીક - મેહુલ સુરતી
તાલ - હીંચ , એક તાલી , ગરબા

હે… શાંતિકરણ, જગભરણ,
અને જોને ઘણણ ઘણણ ઘણાં ઘમકાર..

હે નમુ નમુ તને આજ નારાયણી,
જો ને વિશ્વરૂપ વૈરાગ,
જગદંબા, જગદંબા તું જોગણી,
અને માળી જપિયે તિહારોય જાપ,
હો અખંડ દિવડા તોળાબળે,
હે માડી પરગટ આપો આપ.

હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર
રમવા વેલી આવ જે માડી,
કરજે અમ પર મેર, (2)
રમવા વેલી આવ જે માડી,
કરજે અમ પર મેર, (2)

તારી નદીઉં પાછી વાળજે,
તારી વીજળી ભૂસી નાખજે, (2)
તારા પગ ના ઝાંઝર રોક્જે,
હે પગ ના ઝાંઝર રોક્જે,
તારી કેડી યે બાવળ રોપજે,
ને માવડી પાસે માંગજે ખાલી રાત રે,
સપના વિના ની આખી રાત (4)

તારા મનનું મનમાં રાખજે,
તારા ઓરતા ચૂલે નાખજે,
તારા પગના જાંજર રોકજે,
તારી કેડીએ બાવળ રોપજે,(2)
ને માવડી પાસે માગજે ખાલી રાત
સપના વિના ની આખી રાત (4)

હે ... માં..... હે... માં...


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "SAPNA VINANI AKHI RAT LYRICS સપના વિના ની આખી રાત"