Skip to content Skip to sidebar Skip to footer

MARI JANAM NI DENARI MAA LYRICS મારી જનમ ની દેનારી માં

મારી જનમ ની દેનારી માં

કલાકાર - જીગ્નેશ બારોટ

શબ્દો - કવિ કે દાન

મ્યુઝીક - અજય વાઘેશ્વરી

લેબલ - જીગ્નેશ બારોટ

તાલ - દીપ ચંદી , સ્લોવ સ્પીડ



તું જનેતા તુજ માતા

ભવે ભવ ભૂલાયના..

તું જનેતા તુજ માતા

ભવે ભવ ભૂલાયના..



મારી જનમ ની દેનારી માં,

મને તારી યાદ બઉ આવે...



મારી જનમ ની દેનારી

માં મને તારી યાદ બઉ આવે...



તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે

તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે

મારી જનમ ની દેનારી

માં મને તારી યાદ બઉ આવે...



પારણીયે પોઢાળી મા તું હેતે હાલરડાં ગાવે જો

મોર રે પપ્પૈયાં કોયલ સાંભળવાને આવે જો

નંદના લાલાને માં જશોદા જેમ જુલાવે જો

મારી જનમ ની દેનારી

માં મને તારી યાદ બઉ આવે...



નીંદરા નો આવે બેટો હોય ઘરની બહારજો જો

ખખડે ડેલીને માં હરખે દ્વાર ઉખાડે જો

આવ્યો મારા લાલ માં વારણા લે વારે વારે

મારી જનમ ની દેનારી

માં મને તારી યાદ બઉ આવે...



હૈયું રે હેમાળો માં તું દયાનો મીઠો દરિયો જો

અમી વર્ષે આખડિયુમાં વર્ષે અહાડી હેલી જો

કેદાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે રે

મારી જનમ ની દેનારી

માં મને તારી યાદ બઉ આવે...

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

3 ટિપ્પણી for "MARI JANAM NI DENARI MAA LYRICS મારી જનમ ની દેનારી માં"

  1. યાદ આવે મારી માં મને યાદ આવે મારી માં
    જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં 2
    યાદ આવે મારી માં મને યાદ આવે મારી માં

    નાનો હતો ને લાદ લડાવી મોઢે માખણ દેતી ૨
    રાડું કરુ ત્યારે નીચે નમી ને વાલ થી તેડી લેતી 2
    મને છાનો રાખતી માં, મારી સંભાર લેતી માં
    જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

    પાપા પગલી પાડું ત્યારે રાજી એ બહુ થાતી
    નાને રસોડે રાંધવા બેઠી ચીનકી કરી દેતી
    મને હેતે જમાંડતી માં મને હેતે રમાડતી માં
    જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

    વ્રત એકતાણા બહુ એ કરતી વેલી સવારે નાતી
    ઘર ના બધા કામ પતાવી સીમ ને ખેતરે જાતિ
    એવી મહેન કરતી માં મારી માળા ફેરવતી માં
    જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

    પારકા ઘર ના ડારના દરતી પૈસા એ કમાતી
    ગાય ભેસ ના દુધ ને વેચી છાશ ને રોટલો ખાતી
    એવી દયાળુ મોરી માં એવી માયાળુ મોરી માં
    જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

    ભજન કીર્તન સાભરવા મને સાથે એ લઈ જાતિ
    સુતા સુતા સાંભળતા ને રાજી બહુ થાતી
    એવા ભજન ગાતિ માં મારી ગીતડાં ગાતિ માં
    જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

    ગામડું છોડી શહેર માં આવ્યો સાથે આવી મારી માં
    રસોઈ રાંધી મને જમાડતી ને વાલ થી જોતી રેતી
    એવી દયાળુ મોરી માં એવી પ્રેમાળુ મોરી માં
    જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

    નોકરી કરવા જાતો ત્યારે જ્ય શ્રી ક્રિષ્ન કહેતી
    વેલો આવજે બેટા એમ કહી વાટું જોતી રેતી
    મારી વાંટૂ જોતી માં મારી ચિંતા કરતી માં
    જન્મ દાતા જનની મોરી કેમ ભૂલાય માં

    યાદ આવે મારી માં મને યાદ આવે મારી માં

    જવાબ આપોકાઢી નાખો
  2. મા તે મા બાકી બધા વગડા ના વા... મારી પાસે કોઈ શબ્દો જ નથી કે હું ટિપ્પણી કરી સકું... બાકી માતાજી પાસે પ્રાર્થના જરૂર ક્રીસ મારાં વ્હાલા કવિરાજ ને સદા સુખી રાખે...🙏🙏

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત3/6/22 6:47 PM

    જીવનની તમામ સંપદા ને જનમો જનમ પણ મા ને આપી દયો તો પણ ઈ માના તોલે નો આવે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વયં એમનુ સ્થાન આપે છતા આપણી મા નો હાથ માથે ફરે એ શાંતિ કયાય બીજે નો મડે...ખુબ સરસ કવિરાજ

    જવાબ આપોકાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.