Skip to content Skip to sidebar Skip to footer

MANE RANG LAGYO ENU KARVU SU LYRICS મને રંગ લાગ્યો એનું કરવું શુ

મને રંગ લાગ્યો એનું કરવું શુ
કલાકાર - કેતન દેવાણીયા
શબ્દો - મીરાબાઈ
તાલ - કેહરવા

રાજ ના જોઈએ મારે પાટના જોઈએ
રાજ ના જોઈએ મારે પાટના જોઈએ
સોના ચાંદી ને મારે કરવા શુ
મને રંગ લાગ્યો એનું કરવું શુ...

તંબુરો લઈને ગાઈશ હું તો
મસ્ત બનીને નાચિસ હું તો
ભક્તિ વાળું મારે જીવન જીવવું
બીજું જીવિન મારે કરવું સુ...
રંગ લાગ્યો એનું કરવું શુ...

આપવું હોય તો ઝેરજ આપો
કાપવું હોય તો મારું મસ્તક કાપો
વરી ચૂકી છું મારા અખંડ વરને
બીજા આ વરને વરી કરવું સુ
રંગ લાગ્યો એનું કરવું શુ...

ગિરધર વિના મીરા બીજું ના બોલે
સૂર્ય ઊગે પછી મેરુ ડોલે
સાધુ ચરણ માં જીવન જીવવું
બીજું જીવીને મારે કરવું સુ
રંગ લાગ્યો એનું કરવું શુ...

બાઈ મીરાં પ્રભુ ગિરિધર મળિયા
ભવો તે ભવના મારા ફેરા ટલિયા
હવે ડર રાખો તમે રાખો તો પ્રભુથી
બીજા થી હવે ડરવું સુ
રંગ લાગ્યો એનું કરવું શુ...

રાજ ના જોઈએ મારે પાટના જોઈએ
સોના ચાંદી ને મારે કરવા શુ
મને રંગ લાગ્યો એનું કરવું શુ...


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "MANE RANG LAGYO ENU KARVU SU LYRICS મને રંગ લાગ્યો એનું કરવું શુ"