Skip to content Skip to sidebar Skip to footer

Duha Chhand Mix Lyrics દુહા અને છંદ મિક્સમાં

દુહા અને છંદ મિક્સ ગુજરાતીમાં
શબ્દો - અજાણીતા
તાલ -  કેહરવા , ચલતી

હે તવ ડમક ડમક દાદુરદ્રાંવ ડમકત
ડહેકત મોર મલ્હાર ગીરા
તવ પિયુપીયું શબ્દ પુકારત ચાતક
પિયુપિયું કોકિલ કંઠ ગીરો
તવ કડડ કડડ નભ હોત કડાકા ને
તવ ઘણઘણણણ ગિરિવર શિખર ગડે
તવ રૂમઝૂમ રૂમઝૂમ બરસત બરખા
ઘરડ ઘરડ ઘનઘોર ગાજે

એ પણ જોને રાકા થઈને રખડતા
અને જેને જાઈર નો નોતો જોગ
હે આ કષ્ટભંજન દાદાની કૃપાથી
જીરે આજ ભોગવે છપ્પન ભોગ

હનુમંત કૃપાળા સિંધુર વાળા દેવ દયાળા હનુમંતા
નિર્ભયપદ વાળા હાથમાં માળા છો રૂપાળા હનુમંતા
કરજો રખવાળા છો હેતાળા વીર વડાળા બજરંગી
અંજનીના જાયા કોળજવાળા તમે હારે રેજો બજરંગી
તમે હારે રેજો બજરંગી...

મુરલી બજૈયા ગોપરેલા બનફિરે
બલદેવભૈયા સંગલૈયા બ્રજકનૈયા બિચરે
બલિ જાતમૈયા નૃતકરૈય કહત થૈયા ફરી ફરી
જય રમનરાધા મિત્રમાધા હરન બાધા શ્રીહરિ...

ભજન ની રાત જેવી બીજી કોઈ રાત નહિ
સંતોની વાત જેવી બીજી કોઈ વાત નહિ
માયાની લાત જેવી બીજી કોઈ લાત નહિ
હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહિ
સાધુના સંગ જેવો બીજો કોઈ સંગ નહિ
નુગરા ના નંગ જેવો બીજો કોઈ નંગ નહિ

www.Gujjulyricsin.Com
ઉપર તમેજે દુહા અને છંદ ના શબ્દો વાચ્યા તેમાં તમને ક્યાંય ભૂલ જણાય તો જરૂર થી કૉમેન્ટ કરજો કેમકે તે ના શબ્દો મે પણ સંભાળીને લખેલા હોય છે તો તેમાં ક્યાંક ભૂલ હોય શકે.
જો તમને આ સાઈટ પર ના ભજન ગઝલ ગરબા ગુજરાતી ગીત લોક ગીત લગ્નગીત સાખી આરતી જો ગમતા હોય તો કૉમેન્ટ કરીને જણાવશો.
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Gujarati duha chhand lyrics

1 ટિપ્પણી for "Duha Chhand Mix Lyrics દુહા અને છંદ મિક્સમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.