Mediye Melyo Sonano Bajothiyo Lyrics મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો ગુજરાતીમાં
કલાકાર - રાકેશ બારોટ
મ્યુઝિક - મયુર નાડિઆ
શબ્દો - પ્રવીણ રાવત
તાલ - હીંચ , એક તાળી , ગરબા
ઢોલીડા નો ઢોલ વાગે માંના રે ચોકમાં
નાદ રે સંભળાય આજે જો આ ચોક માં
હે ઢોલ ના ડણકે
શરણાયું રણકે
ચારે દિશા એ ઝળહળ માંના દીવડા પ્રગટ્યા છે
એ મોતિયો ના હારથી
શણગારો માત ને
મહેકે ફૂલડાં માનવીઓ ના મનડા મલકે છે
મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો
ચાંદલિયા રે ચોક માં બાંધ્યા ચંદરવા
તારલા ના તેજ માં રમવા આવ્યા માં
ચાંદલિયા રે ચોક માં બાંધ્યા ચંદરવા
તારલા ના તેજ માં રમવા આવ્યા માં
ચોક માં મેલ્યો હોના નો બાજોઠીયો
ચોક માં મેલ્યો હોના નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો
હે બાંધ્યાં રે માંડવા દિલ માંડયા ડોલવા
હેતે રે આવ્યા આજ માં ને મનાવવા
નવલી આ રાત ના નોરતા રે આયા
અંબા ના ખોરે આજ ગરબા રે ગાવા
અબીલ ગુલાલ થી
રંગાયો ચોક છે
માંના રે અવસર નો મીઠો લેવો લાવો છે...
વંદન હજાર છે
આરાસુરી માત ને
ગરબે રે રમવા નો ઉજળો દાડો આયો છે
મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો
રુમઝુમ રુમ પગલે અંબે માં આવીયા
ચોસઠ જોગણીયો ને હારે માં લાવીયા
ઉર્ષ માં આનંદ છાંયો
અવસર માડી નો આયો
તાળીયો ના તાલે આજે ભગતી નો સુર રે લાયો...
એ રમઝટ રાસની
જામી મધરાત ની
સરખી રે સૈયર ની હારે ગરબો જામ્યો રે
ધરતી રે ધ્રૂજતી
રણછોડ ઊડતી
અંબરમાંથી દેવો આજે જોવા ઉમટ્યા રે
ચોક માં મેલ્યો હોના નો બાજોઠીયો
ચોક માં મેલ્યો હોના નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો
માં મારો હોના રૂપા નો બાજોઠીયો
મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Mediye Melyo Sonano Bajothiyo Lyrics મેડીએ મેલ્યો સોના નો બાજોઠીયો"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.