Bhaguda Game Aai Mangal Pujana Lyrics ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા ગુજરાતીમાં
કલાકાર - સાગરદાન ગઢવી
મ્યુઝિક - અજય વાઘેશ્વરી
શબ્દો - જય કવિ
તાલ - હીંચ , એક તાળી , ગરબા
માં… હો માં
માં.. મોગલ માં
માં… હો માં
માં… માંગલ માં
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
ઓ… ડુંગરના ગાળા ત્યાં હોય નહીં તાળા
ડુંગરા ના ગાળા ત્યાં હોય નહીં તાળા
ભગુડા રે ગામે આઈ મોગલ પુંજાણા
હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હો હાદ કરો દિલથી તો આવશે જરૂર
ભાવ હોય હાચો તો ક્યાંય નથી દુર
ઓ… હાદ કરો દિલથી તો આવશે જરૂર
ભાવ હોય હાચો તો ક્યાંય નથી દુર
આવે ત્યાં પગપાળા દોડીને નેહ વાળા
આવે પગપાળા દોડીને નેહ વાળા
મોગલને હૌંવ હરખા નથી રંક કોઈ રા...
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
જાણે છે મનની વાતું તું છે માં જગત જનની
તુ ને બધી ખબર છે માં તું છે ચૌદ-ભુવનની
ઓ… જાણે છે મનની વાતું તું છે માં જગત જનની
તુ ને બધી ખબર છે માં તું છે ચૌદ-ભુવનની...
તારી નજરથી ક્યાં છે છુપ્યા કરમ અમારા
તારી નજરથી ક્યાં છે છુપ્યા કરમ અમારા
સાચવજે જોરાળી તારા છોરૂડાંના ટાણા
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હે ભગુડા રે ગામે આઈ મોગલ પુંજાણા
હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હે ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા....
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Bhaguda Game Aai Mangal Pujana Lyrics ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.