Skip to content Skip to sidebar Skip to footer

Sonal Ma Abh Kapali Lyrics સોનલ મા આભ કપાળી

 
સોનલ મા આભ કપાળી ગુજરાતીમાં
કલાકાર - સાગરદાન ગઢવી
રાગ - તોડી
શબ્દો - કવિ શ્રી દુલા ભાયા કાગ
તાલ -  હીંચ , ગરબા

માગ્યા પેલા માવડી , તે તો અઢળક આપી દીધું ;
હવે ભલી થઈને માવડી , થોડોક સંતોષ દેજે સોનબાઇ.

ખીજ જેની ખટકે નહિ જીરે , અન જેને રુદિયે મીઠી રીત ;
માળી મઢડા વાળી સોનલ આઇ ,જોને આવી સોનલ બીજ.

કાળી અંધારી કાંઈ સૂઝે નહીં, વર્ણ માથે પડી રાત;
જાગતી જ્યોતું મઢડા ટીંબે, આઈ ઊગી પ્રભાત
લાખ હર લોબડિયાળી, ભજું તુંને ભેડિયાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી

ચારણોનાં સત છૂટવા લાગ્યા, ને પાપે કર્યો પેસાર;
કારવાં સામા કળિયુગ સામે, સિંહ સમો એ હુંકાર
ઊભી આખા જુગ ને ખાળી, પોતાવટ પાળવાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી

મઢડા ટીંબે નોતર્યા માડી, ચારણો શાખ પ્રશાખ;
રજ ઊડી અને આભ ઢંકાણું, સૂરજ પૂરે છે શાખ
ઉગમણા ઓરડાવાળી , ભજું તુંને ભેડિયાવાળી
સોનલ મા આભ કપાળી, પોતાવટ પાળવાવાળી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
સોનલ માં આભ કપાળી ના શબ્દો

ટિપ્પણી પોસ્ટ કરો for "Sonal Ma Abh Kapali Lyrics સોનલ મા આભ કપાળી"