https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Ek Vanzari Zulana Lyrics એક વણઝારી ઝૂલણાં ગરબા - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Ek Vanzari Zulana Lyrics એક વણઝારી ઝૂલણાં ગરબા

એક વણઝારી ઝૂલણાં ગુજરાતીમાં
કલાકાર - હેમંત ચૌહાણ
મ્યુઝિક - અપ્પુ
તાલ -  હીંચ , એક તાળી , ગરબા

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી’તી

માએ પહેલે પગથીયે પગ મૂક્યો
માની પાની સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ બીજે પગથીયે પગ મૂક્યો
માના ઘૂંટણ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માના ઢીંચણ સમાણા નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ ચોથે પગથીયે પગ મૂક્યો
માના સાથળ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો
માની કેડ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો
માની છાતી સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ સાતમે પગથીયે પગ મૂક્યો
માના ગળાં સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ આઠમે પગથીયે પગ મૂક્યો
માના કપાળ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ નવમે પગથીયે પગ મૂક્યો
માના માથા સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Ek vanzari zulana zultiti garba lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Ek Vanzari Zulana Lyrics એક વણઝારી ઝૂલણાં ગરબા"