Skip to content Skip to sidebar Skip to footer

Hari Mandir Ma Hoy Thali Thal Lyrics હરિ મંદિરમાં હોય થાળી

હરિ મંદિરમાં હોય થાળી ગુજરાતીમાં
કલાકાર - પ્રફુલ દવે , મીના પટેલ
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ -  હીંચ , એક તાળી

ઠાકર મંદિરમાં હોય થાળી
હરિ મંદિરમાં હોય થાળી
મારા પ્રભુ મંદિરમાં થાય થાળી
તમે જમો ને મારા વનમાળી

એ...લડવાને લાપશી ચણાની દાળ  (૨)
પાપળ પુરી ને માથે વળી નો વઘાર...
હરિ મંદિરમાં હોય...

એ...ઉના ઉના ભોજન ટાઢા થાય  (૨)
સાદ પળાવે જશોદા માત
હરિ મંદિરમાં હોય...

એ...શેરીએ ને ગલીએ પળાવું સાદ  (૨)
નો લીધો હોય તો લિયો પરસાદ...
હરિ મંદિરમાં હોય...

એ... પ્રભુજી ઉઠી જમવા જાય  (૨)
હરિ ભક્ત બેઠા મંગલ ગાય...
હરિ મંદિરમાં હોય...

એ...લોટો ભર્યો જળ જમના નીર  (૨)
આચમન કરો મારા બળભદ્ર વીર...
હરિ મંદિરમાં હોય...

એ...લવિંગ સોપારી ને બિડલા પાન  (૨)
મુખવાસ કરો મારા હનુમાન વીર...
હરિ મંદિરમાં હોય...

એ... સ્વર્ગ ભુવનમાં થાળી થાય  (૨)
ભૂત નાથ ચરણે થયો ગુણ ગાન...
હરિ મંદિરમાં હોય...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Hari mandir ma hoy thali lyrics in gujarati

ટિપ્પણી પોસ્ટ કરો for "Hari Mandir Ma Hoy Thali Thal Lyrics હરિ મંદિરમાં હોય થાળી"