Skip to content Skip to sidebar Skip to footer

Gayuna Govaliya Lokgeet Lyrics ગાયુના ગોવાળીયા

ગાયુના ગોવાળીયા ગુજરાતીમાં
કલાકાર - પરેશદાન ગઢવી
શબ્દો - પ્રાચીન શબ્દો
તાલ -  ધીમી હીંચ , દીપચંદી

(સાખી)
પણ ગાયું ભાંભરે ગોંદરે , અને વાછરું ભાંભરે વાટ
પણ અહીંયા વેલો આવજે , હવે દુઃખ ના જાય છે દન

ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો...
એ ના વાછરુ એ ભાભરે ને વલખા મારે રે 
ભરવાળીયા જટ ગાયુ લઈ ને આવજો...
ગાયુ ના ગોવાળીયા...

એવી ગાયુના હે પ્રતાપે દૂધળે હેલું ભરાતી જો
એ રે ગાયને ભુખી રે લઈ ને આવુ તો 
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો આપસે
ગાયુ ના ગોવાળીયા...

ગોરલ રે ગાવળીના દુધ મે ત્રાહળીયુ મા પીધા જો
હવે એના રે વાછરુ ને ભુખ્યા રાખુ તો 
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો દેસે રે
ગાયુ ના ગોવાળીયા...

ગાયુના દુજાણે નેહળે દીવા રે જબુકતા
એ રે ગાયને ભુખી રે લઈ ને આવુ તો 
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો આપસે
ગાયુ ના ગોવાળીયા...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Gayuna govaliya bhajan lyrics
આ લોકગીત પરેશદાન ગઢવી એ ગાયેલું છે અને ખુબજ સરસ અવાજ પણ છે અને બીજું લોક ગીત જેમ કે 
આવી રૂડી અજવાળી રાત
આ લોકગીત સાઈટ પર પહેલેથીજ એડ કરેલું છે તેની લિંક નીચે મુજબ છે તેના પર ક્લિક કરો એટલે ઓપન થઈ જશે.

ટિપ્પણી પોસ્ટ કરો for "Gayuna Govaliya Lokgeet Lyrics ગાયુના ગોવાળીયા"