Skip to content Skip to sidebar Skip to footer

Saguna Vichare Lyrics સગુણા વિચારે ઓણે કોણ આવશે ગુજરાતીમાં

સગુણા વિચારે ઓણે કોણ આવશે
કલાકાર - કિંજલ રબારી
શબ્દો - મનુ રબારી
મ્યુઝિક - રવી-રાહુલ
લેબલ - રામદેવપીર ભજન
તાલ - હીંચ , એક તાળી

હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
સગુણા વિચારે ઓણે કોણ આવશે
છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે

હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
સગુણા વિચારે ઓણે કોણ આવશે
છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે

પિંગલગઢની વાટ લોબી
સુખ દુઃખનો સંદેશો કોણ લાવશે
પિંગલગઢની વાટ લોબી
સુખ દુઃખનો સંદેશો કોણ લાવશે

લાસા લક્ષ્મી સગુણા ત્રણ બેન છે
લાસા લક્ષ્મી સગુણા ત્રણ બેન છે
માડી જાયો વીર નથી કોણ આવશે
હે છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે

હો હો વેળા વિદાયની કેવી આ ઘડીઓ
રોવે માં બાપને રોવે રે બેનડીઓ
હો વેળા વિદાયની કેવી આ ઘડીયો
રોવે માં બાપને રોવે રે બેનડીયો

પિયર છોડી હાલી બેનડી
લાંબી રે વાટ કોણ વાત લાવશે
પિયર છોડી હાલી બેનડી
લાંબી રે વાટ કોણ વાત લાવશે

બાપા અજમલજી કે રત્નો આવશે
બાપા અજમલજી કે રત્નો આવશે
માડી જાયો વીર થઇ તેડવા આવશે
હો રત્નો રાયકો તને તેડવા આવશે

હો સાસુ ને નંણદી મેણા રે મારશે
માડી જાયો વીર નથી ઓણે કોણ આવશે
હા સાસુ ને નંણદી મેણા રે મારશે
માડી જાયો વીર નથી ઓણે કોણ આવશે

મનમાં બઉ મુંજાય બેનડી
દૂરની વાટ કોણ વાત લાવશે
મનમાં બઉ મુંજાય બેનડી
દૂરની વાટ કોણ વાત લાવશે

હે મનુ કે હિન્દવો મારો હાજર થાશે
મનુ કે હિન્દવો મારો હાજર થાશે
ખબરો લેવા મારો રામ આવશે
હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
સગુણા વિચારે ઓણે કોણ આવશે
છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે
હો માડી જાયો વીર નથી કોણ આવશે
હો છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Saguna pokare

ટિપ્પણી પોસ્ટ કરો for "Saguna Vichare Lyrics સગુણા વિચારે ઓણે કોણ આવશે ગુજરાતીમાં"