Skip to content Skip to sidebar Skip to footer

Tari Ankhano Afini Lyrics તારી આંખનો અફીણી ગુજરાતીમાં

તારી આંખનો અફીણી
કલાકાર - સોલી કાપડીયા
મ્યુઝિક - અજીત મરચંટ
શબ્દો - વેણીભાઈ પુરોહિત
તાલ - કેહરવા , ત્રણ તાળી ગરબા

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (૨)

આજ પીયુ દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો…
હે તારા રૂપની…
તારી આંખનો અફીણી…

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…
હે તારા રૂપની…
તારી આંખનો અફીણી…

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…
હે તારા રૂપની…
તારી આંખનો અફીણી…

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…
હે તારા રૂપની…
તારી આંખનો અફીણી…

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…
હે તારા રૂપની…
તારી આંખનો અફીણી…

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો…
હે તારા રૂપની…
તારી આંખનો અફીણી…

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

2 ટિપ્પણી for "Tari Ankhano Afini Lyrics તારી આંખનો અફીણી ગુજરાતીમાં"

  1. અજ્ઞાત20/6/22 9:39 PM

    ખરેખર અદભુત સુંદર ગઝલ I ગાયન છે. મન ખુશ કરી દીધું. સર્વ ગીતકાર/ સંગીતકાર અને ગાયકને મારા ખૂબ ખૂબ અભિનંદન.🧡❤️આભાર!♥️❤️💃🕺🌹🌹🙏

    જવાબ આપોકાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.