Skip to content Skip to sidebar Skip to footer

Mari Menare Bolere Gadhne Kangare Lyrics મારી મેના રે બોલે રે ગઢને કાંગરે ગુજરાતીમાં

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે
કલાકાર - હરી ભરવાડ
મ્યુઝિક - અપ્પુ
તાલ - દિપચંદી , ચલતી

મારી મેના રે બોલે રે ગઢને કાંગરે
કાયાના કુડા રે ભરોંસા‚ દેહુંના જૂઠા રે દિલાસા‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...

એવી ધરતી ખેડાવો‚ રાજા રામની રે‚
હીરલો છે રે ધરતીની માંય, હીરલો છે રે ધરતીની માંય‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...

એવી છીપું રે સમદરિયામાં નીપજે રે‚
મોતીડાં છે રે છીપની માંય‚મોતીડાં છે રે છીપની માંય‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...

એવો મૃગલો ચરે રે વનમાં એકલો રે‚
કસ્તુરી છે રે મૃગલાની માંય‚ કસ્તુરી છે રે મૃગલાની માંય‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...

એવી મેના ને મેકરણ બેઉ એક છેરે
એને તમે જુદા રે નવ જાણો‚ એને તમે જુદા રે નવ જાણો‚
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Mari Menare Bolere Gadhne Kangare Lyrics મારી મેના રે બોલે રે ગઢને કાંગરે ગુજરાતીમાં"