Skip to content Skip to sidebar Skip to footer

Garva Pate Padharo Ganpati Lyrics ગરવા પાટે પધારો ગુણપતિ ગુજરાતીમાં

ગરવા પાટે પધારો ગુણપતિ
કલાકાર - હેમંત ચૌહાણ
મ્યુઝિક - સંગીતા સ્ટુડીઓ
શબ્દો - કેશવ
લેબલ -  ગણપતિ દાદા
તાલ - ઠેકા , કેહરવા

સદગુરૂ ગણપતિ શારદા , ત્રણેય નમન ઠામ;
સરણે ગયે સુખ આપશે , પુરે હૃદય ની હામ.

ગરવા પાટે પધારો ગુણપતિ…
જમા જાગરણ કુંભ થાપ્યા મળીયા જતિ અને સતી‚
ગરવા પાટે પધારો ગણપતિ…

પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી‚
ગરવા પાટે પધારો ગણપતિ…

નિજીયા પંથીએ મંડપ રોપ્યા‚ ધરમ ધજારે ફરકતી
ગત ગંગા આરાધે દેવતા‚ નરનારી એક મતિ
ગરવા પાટે પધારો ગણપતિ…

વેદ ભણંતા બ્રહ્માજી આવ્યા‚ આવ્યાં માતા સરસ્વતી
કૈલાસથી ભોળાનાથ પધાર્યા સંગે પાર્વતી સતી
ગરવા પાટે પધારો ગણપતિ…

તેત્રીસ કોટિ દેવતા આવ્યાં આવ્યા લક્ષ્મી પતિ ,
બાવન વીર ને ચોસઠ જોગણી આવ્યાં હનમો જતિ
ગરવા પાટે પધારો ગણપતિ…

નવનાથ ને સિદ્ધ ચોરાશી આવ્યા છે ગોરખ જતિ
પોકરણથી પીર રામો પધાર્યા એ તો બાર બીજના પતિ…
ગરવા પાટે પધારો ગણપતિ…

કેશવ તમને વિનવે સ્વામી‚ મંગળકર મુરતિ
ધુપ ધુપ અને ઝળ હળે જ્યોતિ ઉતારૂં આરતી
ગરવા પાટે પધારો ગણપતિ…

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

1 ટિપ્પણી for "Garva Pate Padharo Ganpati Lyrics ગરવા પાટે પધારો ગુણપતિ ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.