Skip to content Skip to sidebar Skip to footer

Madh Vali Madi Maru Khordu Tare Hath Lyrics મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ ગુજરાતીમાં

મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
કલાકાર - સોનું ચારણ , રાજદીપ બારોટ
શબ્દો - પ્રવીણ રાવત
મ્યુઝિક - ધવલ કાપડિયા
લેબલ - માતાજી
તાલ - હીંચ , ગરબા , એક તાળી

મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ

હરિયાળી તું રાખજે વાડી
હરિયાળી તું રાખજે વાડી અતિથિ આવે દ્વાર
હો મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ
હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ

હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ

હો માંગુ હું ચપટી ને આપે તું ખોબલે
કર્યા સુખી માં એ ઘર અને ઘોડિયે
હો માંગુ હું ચપટી ને આપે તું ખોબલે
કર્યા સુખી માં એ ઘર અને ઘોડિયે...

ભળતા માં તું રાખજે ભળતું
ભળતા માં તું રાખજે ભળતું એક તારો વિશ્વાસ

હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ
હો મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ
હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ

હો નાના ભલે ઓરડા ને દિલ બહુ મોટડા
એકવાર આવી આયલ દિપાવોને આંગણા
હો નાના ભલે ઓરડા ને દિલ બહુ મોટડા
એકવાર આવી આયલ દિપાવોને આંગણા

ભક્તોના હૈયે વસતી માં તુ
ભક્તોના હૈયે વસતી માં તુ રહેજો સદા સાથ

હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ
હો મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ
મઢ વાળી માડી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Madh Vali Madi Maru Khordu Tare Hath Lyrics મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ ગુજરાતીમાં"